મમતાએ ભાજપ પર હિંદુ ત્રાસવાદીઓ લાવવાનો આક્ષેપ કર્યો ભાજપ ૨૦૧૪ની ચૂંટણી જેવી જીત ફરી મેળવી નહીં શકે : મમતા

0
28

કોલકાત્તા,તા.૧૬
પશ્રિ્‌ચમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્રની ભાજપ સરકાર પર ઉદ્ધતાઇ અને ઘમંડીપણાનો આક્ષેપ મૂકતા એવો દાવો કર્યો હતો કે ભાજપ સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એ હારશે.
બંગાળી ટીવી ન્યૂઝ ચેનલ પર એક કાર્યક્રમ દરમિયાન મમતાએ ભાજપ પર હિંદુ ત્રાસવાદીઓ લાવવાનો આક્ષેપ કરતા લોકોની લિન્ચિંગ કરાવવાનો આક્ષેપ મુક્યો હતો. મમતાએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે ૩૧ ટકા મત મેળવીને ૨૮૩ બેઠક જીતી હતી. તેઓ ફરી એવી જીત મેળવી નહીં શકે.
અમે (ટીએમસી) દેશમાં એકતા ઇચ્છીએ છીએ. અમે હિંદુ ત્રાસવાદને ટેકો નથી આપતા. ૨૦૧૯ની ચૂંટણીમાં સ્થાનિક પક્ષો મહ્ત્વ ભાગ ભજવશે અને વડા પ્રધાન કોણ બનશે એનો નિર્ણય પાછળથી લેવામાં આવશે.
૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને ના અને અન્ય પક્ષોને હાં કહેશે. લોકો સુધી સંદેશ પહોંચ્યો છે. એમને બદલાવ જાઇએ છે અને કોઇ બીજી વખત વિચાર નહીં કરે. તેઓ ભાજપ સરકારને ફેંકી દેશે. ત્યારે વડા પ્રધાન કોણ બનશે એ સવાલ ઊભો થશે. એ સામૂહિક નેતૃત્વ હશે.
મહાગઠબંધન કામ કરશે એવા સવાલના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે ભાજપ એમાં ફૂટ પાડવાની કોશિશ કરી રહ્યો છે, પણ એ ફાવશે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY