સુરેન્દ્રનગર,તા.૨૨
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામમાં રહેતા પરિવારની બે પુત્રીઓ અને બે મહિલાનાં નદીમાં ડૂબી જવાથી મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. દેરાણી-જેઠાણી બે પુત્રીઓ સાથે નદીએ કપડાં ધોવા માટે ગયાં હતાં. બે પુત્રી પાણીમાં પડતાં તે ડૂબવા લાગી હતી.
આથી દીકરીઓને બચાવવા દેરાણી-જેઠાણીએ નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું. જાતજાતામાં ચારેય નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં તેમનાં મોત થયાં હતાં.
મૂળીના ગઢાદમાં રહેતા અને ખેતી કરતા મૂકેશભાઇ ગળધરિયાનાં પત્ની કંચનબહેન તેમની બે દીકરીઓ ૧૪ વર્ષની રેણુકા અને ૧ર વર્ષીય જયશ્રી તેમજ કૌટુંબિક જેઠાણી ગીતાબહેન કાળુભાઇ ગળધરિયા સાથે શુક્રવારે સાંજના સમયે ટીડાણા રોડ પર આવેલ નદીએ કપડાં ધોવા માટે ગયા હતા.
કપડાં ધોતા સમયે રેણુકા અને જયશ્રી પાણીમાં પડતાં બંને ડૂબવા લાગી હતી. દીકરીઓને બચાવવા માતા કંચનબહેને નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું. જાતજાતામાં માતા અને બન્ને પુત્રીઓ ડૂબવા લાગતાં ગીતાબહેન પણ તેમને બચાવવા પડ્યા હતા.
ચારેય નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં લોકો દોડી આવ્યા હતા. ચારેયના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા. નાના એવા ગઢાદ ગામમાં એક સાથે ચાર વ્યકિતનાં પાણીમા ડૂબી જવાથી મોત થતાં ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



