પુત્રી સાથે પ્રેમસંબંધ હોવાની શંકામાં યુવતીના પિતાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

0
175

સુરત,તા.૨૨
પોતાની પુત્રી સાથે આ યુવાનને પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે યુવતીના પિતાએ અન્ય ૬ સાગરીતો સાથે મળી મળવા બોલાવ્યા બાદ યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે.
સણિયાગામ પેટ્રોલ પંપ પાસે શુક્રવારે રાત્રે પ્રેમ પ્રકરણમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પ્રેમિકાના પિતાએ વાતચીત કરવાને બહાને યુવકને બોલાવ્યા બાદ સાગરીતો સાથે મળી હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે સાત સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ખરવાસા કરાડવા રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા રાજેશ ખૈરનાર (ઉ.વ.૩૭)ની ખરવાસા રોડ સણિયાગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ પાસે શુક્રવારે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે અશોક નામના વ્યક્તિને બોલાવી સાગરીતો સાથે મળી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. રાજેશ ગઈકાલે અશોકના ઘર પાસે ગરબા રમવા માટે ગયો હતો. અશોકને એવી શંકા હતી કે રાજેશનો તેની પુત્રી સાથે પ્રેમ સંબંધ છે જેની આશંકા રાખી રાજેશને ફોન કરી વાત કરવા માટે પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો. બનાવ અંગે પોલીસે અશોક સહિત સાત જેટલા સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY