લોકોને ખ્યાલ હોવો જોઇએ કે મોબ લિંચિંગ મામલે તેમને કાયદાનો સામનો કરવો પડશે
ન્યુ દિલ્હી,તા.૨૬
મોબ લિંચિંગ અને ગૌરક્ષાના નામ પર હિંસક ઘટનાઓ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના ડકડ વલણ પછી ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારો માટે એડવાયઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારોને સુ્પ્રીમ કોર્ટના આદેશોનું સખત રીતે પાલન કરવા જણાવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારોને એક સપ્તાહમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો હતો. કોર્ટે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને ગૌરક્ષાના નામ પર થતી હિંસા અને ટોળા દ્વારા કરાતી હત્યાઓની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે કરાયેલા આદેશ અને નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો. કોર્ટે પોતાની ટિપ્પણીમાં એ પણ જણાવ્યું હતું કે લોકોને એ બાબતે ખ્યાલ હોવો જોઇએ કે લિંચિંગ જેવી અમાનવીય ઘટનાઓ સામે તેમને કાયદાનો સામનો કરવો પડશે.
કોર્ટે તેના આદેશોનું પાલન કરવા બાબતે કેન્દ્ર પાસેથી પણ જવાબ માંગ્યો હતો. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેલીવિઝન, રેડિયો અને ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડીયાના માધ્યમથી ગૌરક્ષાના નામ પર થતી હત્યા અને ટોળા દ્વારા થતી હત્યાના વિરોધમાં અભિયાન ચલાવામાં આવે.
કોર્ટના આ આદેશો પર દરેક રાજ્યોએ અમલ કરવાનું હતું અને અમલીકરણનો રિપોર્ટ પણ આપવાનો હતો. પરંતુ અત્યાર સુધી મધ્ય પ્રદેશ, મણિપુર, મિઝોરમ, તેલંગાણા, નાગાલેન્ડ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યો એ જ રિપોર્ટ આપ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર બેદરકારી દાખવતા રાજ્યો માટે ગૃહ મંત્રાલયે મોબ લિંચિંગ સાથે જોડાયેલી ઘટનાઓ પર કોર્ટના નિર્દેશો મુજબ કાર્ય કરવા એડવાયઝરી જાહેર કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



