(જી.એન.એસ)વડોદરા,તા.૨૮
પ્રેમમાં આડખીલીરૂપ બનતા પતિને બે પ્રેમી ધરાવતી પત્નીએ તેના એક પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રાર્થના ફ્લેટમાં ગત તા.૧૯ સપ્ટેમ્બરના રોજ પતિને મોતને ઉતારી ફરાર થઇ ગયેલી પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી રહસ્યમય હત્યાનો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા ડી-૨૦૩, પ્રાર્થના ફ્લેટમાંથી ગત તા.૧૯-૯-૦૧૮ના રોજ છગનલાલ ઉર્ફ વિજય ભવંરલાલ જાંગીડનો મૃતદેહ મળી આવ્યો હતો. વારસીયા પોલીસે આ રહસ્યમય હત્યા પ્રકરણમાં અજાણ્યા વ્યÂક્તઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વારસીયા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.ડી. ચૌહાણે છગનલાલ ઉર્ફ વિજય જાંગીડની હત્યાનો ભેદ ઉકેલવા માટે છગનલાલની પત્ની હિનાની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં હિના પોલીસની પૂછપરછમાં ભાંગી પડતા તેણે પ્રેમી દયારામ બદ્રીપ્રસાદ ગુર્જર (રહે. શંકર વિહાર કોલોની, રાજસ્થાન) સાથે મળીને પતિના ગળામાં ઇલેકટ્રીક વાયરનો ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કબુલાત કરી હતી. પોલીસે હિનાની કબુલાતના આધારે તેના પ્રેમીની પણ રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



