પેટ્રોલ-ડિઝલ બાદ ૧ આૅક્ટોબરથી ગેસ સિલિન્ડર,સીએનજીના ભાવમાં વધારો થશે

0
58

ન્યુ દિલ્હી,તા.૨૯
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦ ટકાનો વધારો કરવાની ઘોષણા કરી છે. આ ભાવ વધારો ઓક્ટોબર માસથી લાગૂ થશે.
ગેસ સિલિન્ડર બાદ સીએનજીના ભાવમાં પણ વધારો તોળાઈ રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના વિશ્લેષ્ણ સેલના જણાવ્યા પ્રમાણે પ્રાકૃતિક ગેસની કિંમતમાં વધારો થવાના કારણે ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
એક અંદાજ પ્રમાણે ઘરેલુ ગેસની કિંમતમાં ત્રણ વર્ષ બાદ વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરેલુ ગેસની કિંમતમાં એક ડોલર પ્રમાણે વધારો કરવામાં આવશે તો ઓનએનજીની આવકમાં એક વર્ષમાં ચાર હજાર કરોડ રૂપિયાનો વધારો થશે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘરેલુ ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં જૂનમાં જ સબસિડી વાળા ગેસ સિલિન્ડરમાં બે રૂપિયા ૩૪ પૈસાનો ભાવ વધારો કરાયો છે.
સબસિડી વગરના એલપીજી સિલિન્ડર પર ૪૮ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડર ૭૦૧ રૂપિયા ૫૦ પૈસાના સ્થાને ૭૫૧ રૂપિયા ૫૦ પૈસાના ભાવે મળવાનો શરૂ થયો હતો. વગર સબસિડીના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવમાં ૭૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ સિલિન્ડર હવે ૧૩૩૮ રૂપિયામાં મળી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY