બે ચેઇન સ્નેચરને સારી પેઠે મેથીપાક ચખાડાતાં બેભાન

0
7

અમદાવાદ,તા.૨૯
શહેરમાં દિવસે દિવસે ચોરી, લૂંટફાટની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ અને રસ્તે ચાલતા જતા લોકોના હાથમાંથી મોબાઇલ ફોન લૂંટવાની ઘટનામાં છેલ્લા પાંચ દિવસમાં વધારો થયો છે. સાબરમતીના રામનગરમાં બેસણામાં આવેલ વૃધ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા કોઇ અજાણ્યા ઇસમોએ સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. જા કે, સોનાની ચેઇન લૂંટી ફરાર થનાર બાઇકચાલક ભાગવા જતાં બાઇક પરથી પટકાયા હતા. આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ જતાં બંને લૂંટારુઓને ટોળાએ ઝડપી જારદાર રીતે ઢોર માર માર્યો હતો. ટોળાએ બંનેને એટલી હદે માર માર્યો હતો કે તેઓ બેભાન થઇ ગયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. સાબરમતી પોલીસે બંને આરોપી શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય એક બનાવમાં, શહેરના કાલુપુર વિસ્તારમાં પણ મોડી રાત્રે યુવક પર છરીથી હુમલો કરી મોબાઇલ ફોનની લૂંટ કરવા જતાં બે લૂંટારુઓને ઝડપી લઇ સ્થાનિક લોકોએ કાલુપુર પોલીસના હવાલે કર્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રેમ સોસાયટીમાં બેબીબહેન શાહ (ઉં.વ. ૬૬) પરિવાર સાથે રહે છે. ગઇકાલે સવારે ૧૦ વાગ્યાની આસપાસ બેબીબહેન તેના પુત્ર સાથે એક્ટિવા પર સાબરમતીના રામનગરમાં આવેલા આયંબિલ ભવનમાં તેમના વેવાઇના બેસણામાં ગયા હતા. આયંબિલ ભવન પાસે એક્ટિવા પાર્ક કરી ઊભા હતા તે દરમ્યાન બાઇક પર બે અજાણ્યા માણસો આવ્યા હતા. બેબીબહેનની નજીક આવી બાઇક પર બેઠેલા એક શખ્સે બેબીબહેનના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર લૂંટી બાઇક પર ફરાર થઇ ગયો હતો. બૂમાબૂમ કરતાં બેબીબહેનનો પુત્રતેમને પકડવા પાછળ દોડ્‌યો હતો. થોડે દૂર જતાં લૂંટારુઓ ટ્રેકટર અને ગાડી વચ્ચેથી બાઇક કાઢવા જતાં ગાડી સાથે અથડાયા હતા. બંને નીચે પટકાતાં લોકોનું ટોળું એકત્ર થઇ જતાં ટોળાએ લૂંટ કરનાર બંને ઇસમોને ઢોર માર માર્યો હતો. બંને લૂંટારુઓને એટલી હદે માર માર્યો કે તે બંને બેભાન થઇ ગયા હતા. બીજી તરફ પોલીસને જાણ કરાતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે બંને લૂંટારુઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્‌યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી લૂંટમાં વપરાયેલ બાઇક કબજે કર્યું હતું. કબજે કરાયેલ બાઇક રાજસ્થાન પાસિંગની નંબર પ્લેટવાળું હોવાનું જાણવા મળ્યું છે. બેબીબહેને આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન અન્ય એક બનાવમાં, આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા સેફી મહોલ્લામાં રહેતા અને આસ્ટોડિયા માંડવીની પોળ સામે લકી હાર્ડવેર નામની દુકાન ધરાવતા મોઇઝરુપાવાલા ગઇકાલ રાતે તેમની દુકાનમાં કામ કરતા ત્રણ કારીગરો સાથે પાન-મસાલો ખાવા માટે પોળના નાકે આવ્યા હતા. પાન પાર્લર પાસે ઊભા હતા તે દરમ્યાનમાં બે ઇસમોએ તેમના કારીગર ભરત વર્માનો મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ભરત અને અન્ય કારીગર મોહસીને બંને ઇસમોનો પ્રતિકાર કર્યો હતો. દરમ્યાનમાં એક ઇસમે તેની પાસે રહેલ ચપ્પુ કાઢી ભરતના માથામાં માર્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. લોકોએ મોબાઇલની લૂંટ કરવા આવેલ બંને શખસને ઝડપી લીધા હતા. બીજી તરફ ઇજાગ્રસ્ત ભરત વર્માને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસને જાણ કરાતાં કાલુપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ બંને શખ્સને પોલીસ સ્ટેશને લઇ જઇ પૂછપરછ કરતાં શોએબ મહંમદ હુસેન કુરેશી (રહે. ભોઇવાડાની પોળ) અને મહંમદ શાહિદ મિર્ઝા (રહે. મુજાહીદની પોળ, કાલુપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY