અમદાવાદ, તા.૨૯
ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો છેલ્લા ઘણા સમયથી તાજા અને શુધ્ધ(વપરાશયુકત) પાણી માટે ભારે મુશ્કેલીઓ અને હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરની વીએસ એકવા સોલ્યુશન એલએલપી દ્વારા એક અનોખી, લાઇફ ટાઇમ મેઇન્ટેન્સ ફ્રી, ઇલેક્ટ્રીક ફ્રી અને કોઇપણ પ્રકારના કેમીકલ વિનાની ઉદ્યોગો, કૃષિ અને ઘર વપરાશ માટે વપરાશયુકત પાણી ઉપલબ્ધ બનાવતી ક્રાંતિકારી શોધ રજૂ કરી છે. જેના ભાગરૂપે વીએસ એકવા સોલ્યુશન દ્વારા હરિયાળી-મેગ્ના માઇક્રો વોટર કન્ડીશનર લોન્ચ કરવામાં આવ્યા છે. જેની સૌથી મોટી વિશેષતા એ છે કે, કૃષિ, ઔદ્યોગિક અને ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતાં પાણીને શુધ્ધ કરવામાં, ટીડીએસનું પ્રમાણ માપસર કરવામાં અને પાણીની સખતાઇ(હાર્ડનેસ) ઘટાડી તે વાસ્તવિક અર્થમાં વપરાશયુકત બનાવવામાં બહુ મહત્વની અને અસરકારક ભૂમિકા ભજવે છે. આ વોટર કન્ડીશનરનો બીજા સૌથી મોટો ફાયદો એ છે કે, એક વખત આ હરિયાળી અને માઇક્રો વોટર કન્ડીશનર લગાવ્યા પછી આજીવન તેના મેઇન્ટેનન્સની કોઇ જરૂર પડતી નથી, કે નથી તેમાં વીજળીની જરૂર પડતી કે, નથી તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો આવતો. અનેક ફાયદા સાથે રજૂ થયેલી આ ક્રાંતિકારી શોધ ગુજરાત સહિત દેશભરમાં સાચા અર્થમાં ક્રાંતિ સર્જવા સક્ષમ છે એમ અત્રે વીએસ એકવા સોલ્યુશનના હેડ બિપીનભાઇ કંસારા અને ટેકનીકલ નિષ્ણાત મુકેશભાઇ માયાવંશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર સીસ્ટમ મેગ્નેટની થિયરી અને સિધ્ધાંતોને આધીન કામ કરે છે. હાર્ડ પાણીમાં નેગેટીવ ગુણધર્મ રહેલો હોય છે, જયારે ટયુબ સરફેસ એટલે કે, જમીન, પાઇપ, નળ કે કન્ડેન્સર, ચીલર, કુલીંગ ટાવર, કોમ્પ્રેસર, બોઇલસર સહિતની પાણીનું વહન કરતી વસ્તુઓની સપાટી પોઝીટીવ ગુણધર્મયુકત હોય છે. જેથી સામાન્ય સંજાગોમાં પાણી તેમાંથી પસાર થાય એટલે કે, નેગેટીવ કણો સ્વાભાવિક રીતે પોઝીટીવ સાથે જાડાઇ જાય છે અને તેના લીધે ક્ષાર, કાટ, પડ સહિતની અનેક સમસ્યાઓ સર્જાય છે પરંતુ વીએસ એકવા સોલ્યુશન્સના હરિયાળી અને માઇક્રો વોટર કન્ડીશનર લગાવવાથી મેગ્નેટાઇઝ થિયરી અને સિધ્ધાંતના કારણે પાણી તેમાંથી પસાર થતાંની સાથે જ નેગેટીવમાંથી પોઝીટીવ ગુણધર્મ અપનાવી લે છે અને તેથી અપાકર્ષણનો સિધ્ધાંત લાગુ પડે છે, પરિણામે, ક્ષાર, કાટ, પડ સહિતની સમસ્યાઓ કાયમી ધોરણે દૂર થઇ જાય છે. વીએસ એકવા સોલ્યુશનના હેડ બિપીનભાઇ કંસારા અને ટેકનીકલ નિષ્ણાત મુકેશભાઇ માયાવંશીએ વધુમાં ઉમેર્યું કે, આ ટેકનોલોજીમાં કોઇપણ પ્રકારના સોલ્ટ કે જાખમી કેમીકલનો ઉપયોગ કરાયો નથી, તેથી પાણી અથવા જમીનનું કોઇ પ્રદૂષણ સર્જાવાની સંભાવના નથી. ઉલ્ટાનું ખેતીવાડીમાં પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો, ઉદ્યોગોમાં અસરકારક કાર્યક્ષમતા અને પ્રોડકશન વધારી શકાય છે, તો ઘરવપરાશમાં પણ સરળતાથી સ્વાસ્થ્યપ્રદ અને ગુણકારી પાણી ઉપલબ્ધ થઇ શકે છે.
હરિયાળી અને મેગ્ના કેર વોટર કન્ડીશનરથી ખૂબ ઓછા અને એક જ વારના ખર્ચમાં જીવનભરની વપરાશયુકત પાણીની શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. મેન્ટેનન્સ ફ્રી ટેકનોલોજી એમઇઇ પ્લાન્ટ્સમાં બે લાખ ટીડીએસ એફલુઅન્ટ સુધી ટ્રીટમેન્ટ આપી શકે છે. વીએસ એકવા સોલ્યુશન્સની મેગ્નેટ થિયરી અને સિધ્ધાંતો આધારિત જે પ્રોડક્ટ રજૂ થઇ છે, તે સમગ્ર વિશ્વમાં કયાંય નથી. અમારી રાજય સરકાર, અમ્યુકો સહિતના સંબંધિત સત્તાવાળાઓ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે, રાજયમાં કૃષિ, ઉદ્યોગ અને ઘરવપરાશ માટે લોકોને ઓછા ખર્ચે વપરાશયુકત પાણી ઉપલબ્ધ બનાવવા અમે કટિબધ્ધ છીએ. પ્રજાજનો માટે પણ આ ક્રાંતિકારી શોધ આશીર્વાદ સમાન છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



