લોકશાહી માં વિરોધ પક્ષ ની ભૂમિકા હોવી એ તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે પરંતુ સત્ય ની વિરોધ ન હોવો જોઈએ એ પણ મહત્વ નું છે આજકાલ વિરોધ પક્ષે વિરોધ ને જાણે ફેશન બનાવી લીધી હોય તેમ ગાંડા ને પણ સમજાતું થઈ ગયું છે. જે કદાચ વિરોધ પક્ષ ની અપરિપક્વતા ની નિશાની છે એવો લોક ગણગણાટ શરૂ થયો છે જેની સીધી અસર 2019 ની ચૂંટણી પર થાય તો નવાઈ નહીં.ચર્ચાઓ માં જણાયું છે કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી ટાણે એવું કંઈક બાફે ને બોલકા સત્તાપક્ષ ને મોકો મળીજ જાય અને ભાજપ આ તક ચુકેજ નહીં તેનું ગત રોજ નું કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નું “સ્ટેચ્યુ ઓફ યુનિટી”સરદાર સાહેબ ની પ્રતિમા અંગે નું “મેડ ઇન ચાઇના” ના નિવેદને ભાજપ ને જાણે ગેલમાં લાવી દીધો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને તે વ્યવહારિક ઓન છેજ કે જ્યારે વિશ્વ વિભૂતિ સરદાર સાહેબ ની દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા બનતી હોય ત્યારે વિપક્ષે સાથે રહી જશ ખાટવાને બદલે નિમ્ન કક્ષાનો વિરોધ કરી ગુજરાતીઓ સહિત પાટીદારો ને કોંગ્રેસ થી અળગા રહેવાનું જાણે બહાનું આપી ભાજપને તૈયાર થાળી પીરસી દીધી હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી ના આ નિવેદન ની દુરોગામી 2019 ની ચૂંટણી પર અસર પડે તો નવાઈ નહીં અને આમ થાય તો કોંગ્રેસ માટે હાથ ના કર્યા હૈયે વાગ્યા જેવી દશા થાય તો નવાઈ નહીં
અત્રે પ્રસ્તુત છે ભરૂચ ભાજપા નો ભારોભાર વિરોધ
🅱HARUCHNEWS :
*ભરૂચમાં BJPએ કેમ રાહુલ ગાંધીનો કર્યો વિરોધ…..*
*જુવો PM નરેન્દ્ર મોદી શુ બોલયા અને રાહુલ ગાંધી શુ બોલ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે…..*
*જાણવા માટે CLICK કરો VIDEO LINK…..*
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



