ગ્રામજનો ના બકરા ,પાડી સહિતના નાના જાનવરો ને ખોરાક બનાવતા આ દીપડા ક્યારેક કોઈ બાળક નો ભોગ લે તેવી વકી
જોકે ઘણા સમયથી આ તરફ દીપડાઓનો આતંક હોવા છતાં ગામના સરપંચ કે કોઈ એ વન વિભાગ ને જાણ સુદ્ધાં કરી નથી
રાજપીપળા : નર્મદા જિલ્લા ના અમુક ગામોમાં વારંવાર જંગલી જાનવરો નો આતંક જોવા મળે છે ત્યારે ગ્રામજનો દ્વારા વન વિભાગ ે જાણ કરતા પાંજરા મૂકી આ જાનવરો ને પાંજરે ગ્રામજનો ને એના આતંક માંથી મુક્ત કરતા જોવા મળ્યા છે ત્યારે નાંદોદ તાલુકાના કરાંઠા ગામ માં છેલ્લા એકાદ વર્ષ થી ત્રણેક દીપડા નો આતંક જોવા મળ્યો છે જેમાં ગામના બકરા કે પાડી ઓને ખોરાક બનાવી નાસી છૂટે છે છતાં હજુ સુધી ગામના કોઈ એ વન વિભાગ ને આ બાબતે જાણ કરી નથી જેથી દિવસે દિવસે દીપડાનો આતંક વધે છે ત્યારે ક્યારેક કોઈ બાળક નો શિકાર થયા બાદ ગ્રામજનો જાગશે…? એ પણ એક સળગતો સવાલ છે જાનવરો ને ખોરજ બનાવી ભાગતા દીપડાઓ એ અત્યાર સુધી આજ ગામના સાત આઠ બકરા અને ત્રણ થી ચાર પાડીઓ ને ખોરાક બનાવ્યા છે એમ જાણવા મળ્યું છે ત્યારે ગામના રબારીવાડ માં રહેતા વિનુભાઈ વસાવા નામના વ્યક્તિની પાડી પણ દીપડા એ ફાડી ખાધી હોવાનું જાણવા મળતા ગામના સરપંચ શિરીષભાઈ વસાવા ને આ માટે પૂછતાં એમને દીપડા નો આતંક છેલ્લા બે વર્ષ થી હોવાનું કબુલ્યું સાથે વન વિભાગ ને હજુ સુધી અમે જાણ નથી કરી પણ હવે કરીશું એમ પણ જણાવ્યું હતું ત્યારે ગામના સરપંચ કે એબ્ય અન્ય આગેવાન આ જંગલી જાનવર બાબતે ગંભીર થાય એ માટે યોગ્ય પગલા ભારે એવી માંગ ઉઠી છે હાલમાં તો ગ્રામજનો દીપડા ના આતંક થી ફફડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



