સ્ટેચ્યુ ઓફ યુનિટી ને મેઈડ ઇન ચાઈના કહેતા ભાજપાએ રાહુલ વિરૂધ્ધ દેખાવા યોજ્યા

0
10

રાહુલ ગાંધીએ કેવડિયા ખાતે નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ને મેઈડ ઇન ચાઈના કહેતા ભાજપાએ રાહુલ વિરૂધ્ધ દેખાવા યોજ્યા.

કેવડીયા ખાતે સરદાર પટેલ ની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે અને જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી આગામી સરદાર જયંતિના રોજ કરનાર છે. તે પૂર્વે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને મેઈડ ઇન ચાઈના કહેતા વિરોધ વંટોળ સર્જાવા પામ્યો છે.

ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન નો ના આયોજા કરવામાં આવી રહ્યા હોય ભરૂચ ભાજપા દ્વારા રેલ્વે સ્ટેશન પાસે રાહુલ અને કોંગ્રેસ વિરોધી સુત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી ના મેઈડ ઇન ચાઈના નિવેદન નો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલે રાહુલ ગાંધીના નિવેદન ને સખ્ત શબ્દો માં વખોડી કાઢી રાહુલ ગાંધીએ વિદેશી કુખે જન્મ લીધો હોય દેશપ્રેમ શું છે તેની સમજ નહિ પડે.સરદાર પટેલ ની પ્રતિમા અંગે ના નિવેદન કરી રાહુલ ગાંધી એ સમગ્ર પાટીદાર સમાજ અને પ્રત્યેક ગુજરાતી નું અપમાન કર્યું હોય તે માટે માફી માંગે તેવી માંગણી કરી હતી.

ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ કોંગ્રેસ સરદાર પટેલ ની સતત અવગણના જ કરી હોય ક્યારે પણ સન્માન આપ્યું નથી ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદી સરદાર પટેલ ની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપી રહ્યા છે તે સાંખી નથી શકાતું તેમ જણાવી માફી ની માંગણી કરવા સાથે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
ભાજપા ના વિરોધ પ્રદર્શન માં ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ,સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્યો દુષ્યંત પટેલ,અરૂણસિંહ રણા સહિત ભરૂચ શેહર અને જીલ્લાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY