વિરાટ કોહલીએ અનુષ્કા સાથેના લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો

0
18

મુંબઈ,તા.૧
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નને ડિસેમ્બરમાં એક વર્ષ પૂર્ણ થઇ જશે. એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે અંતે અનુષ્કા શર્મા સાથે લગ્ન સમયે તેના મગજમાં શું ચાલી રહ્યુ હતું અને ક્યા કારણે તે અનુષ્કા સાથે લગ્ન માટે તૈયાર થયો હતો.
વિરાટ કોહલીએ કહ્યુ કે લોકોને લાગે છે કે અમારૂ જીવન ફેરી ટેલ જેવુ છે, પણ હું જણાવવા માંગુ છું કે આવુ કઇ પણ નથી. અમે પણ સામાન્ય લોકોની જેમ જ જીવન જીવી રહ્યાં છીએ. અમે બન્ને એક જેવા બેકગ્રાઉન્ડમાંથી છીએ. આ કારણે જ અમે એક બીજાને સારી રીતે સમજી શક્યા છીએ. આ કારણ જ મારૂ અનુષ્કા સાથે લગ્ન કરવાનું કારણ બન્યું હતું.વિરાટ કોહલી પહેલા પણ પોતાના જીવનમાં અનુષ્કાની હાજરીને મહત્વપૂર્ણ ગણાવી ચુક્્યો છે. વિરાટ કોહલીનું કહેવુ છે કે અનુષ્કાને કારણે જ તેનુ જીવન વ્યવસ્થિત થયુ છે. અનુષ્કા દરેક નાની વસ્તુનું ધ્યાન રાખે છે. તે સમસ્યાઓ પર વાત કરે છે અને તેના નિવારણની ટિપ્સ પણ આપે છે.
વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નના ૨ રિસેપ્શન દિલ્હી અને મુંબઇમાં યોજાયા હતા. જેમાં ક્રિકેટ જગતની હસ્તીઓથી લઇને બોલિવૂડની હસ્તીઓ, રાજકારણી અને તેના મિત્રો હાજર રહ્યાં હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY