સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં આજની જાહેર રજા રદ્દ થઈ

0
20

સુરત,તા.૧
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થી અને શિક્ષકો માટે આવતીકાલની ગાંધી જયંતિની જાહેર રજા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. ૧૫૦મી ગાંધી જયંતિએ શાળા શરૂ રાખવાના પરિપત્રના કારણે હવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજિયાત વિવિધ કાર્યક્રમમાં જાડાવવાની ફરજ પડશે. જાહેર રજાના આગલા દિવસે અચાનક જ શાળા શરૂ રાખી રજા રદ્દ થયાનો પરિપત્ર જાહેર થતાં શિક્ષક અને વાલીઓમાં છુપો રોષ જાવા મળી રહ્યો છે.
આવતીકાલ મંગળવાર ૨ ઓક્ટોબરના રોજ સુરત સહિત તમામ સ્કુલોમાં જાહેર રજા છે પરંતુ મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં આવતીકાલે રજા રદ્દ જાહેર કરવામાં આવી છે. મ્યુનિ.ની શાળામાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે ગાંધી જ્યંતિના દિવસે સવારે સાત વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી શાળા શરૃ રાખવા તથા તમામ શિક્ષકોએ હાજર રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાકે, સમિતિની સ્કુલમાં ધો. ૬ખી ૮ના તમામ વિદ્યાર્થીઓને હાજર રાખવા માટે સુચના આપવામાં આવી છે.
આ વિદ્યાર્થીઓ એ પ્રભાત ફેરી, સર્વ ધર્મ પ્રાર્થના અને મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, ગાંધી ગીત, ભજન, ચિત્રકામ, નિબંધ તથા વકતૃત્વ સ્પધામાં ભાગ લેવો પડશે.
ગાંધી જયંતિની જાહેર રજા કેન્સલ કરીને સ્કુલ ચાલુ રાખવા તથા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવાના આદેશના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં છુપો રોષ જાવા મળી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY