ગાંધીનગર,તા.૧
અમરેલી જિલ્લાની દલખાણીયા રેન્જમાં એક પછી એક ૧૬ સિંહોના મોતને લઈને રાજ્ય સરકાર સવાલોના ઘેરામાં છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહે આજે સરકાર પર હુમલો કર્યો હતો. સિંહોના મોતને લઈને બાપુએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે, સરકારના સિંહોના મામલે તદ્દન આળસુ બની ગઈ છે. સરકારે સમયસર જાગવું પડશે, નહીં તો સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની વાતને પ્રોત્સાહન મળશે. મારું માનીએ તો ગીર અને આસપાસના ખાનગી કુવા પર સરકારે જાળી લગાડી દેવી જાઈએ.
શંકરસિંહે ગુજરાતની અન્ય સ્થિતિને લઈને પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. હાલ રાજ્યમાં એવી સ્થિતિ છે કે શિક્ષણ ખાતું લેવા જ કોઈ તૈયાર નથી. હાલમાં શિક્ષણ ખાતું પરાણે શિક્ષણમંત્રીને આપવામાં આવ્યું છે. મારું માનીએ તો રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શિક્ષકોનો પગાર ન્યાયાધીશ કરતા પણ વધુ હોવો જાઈએ. શિક્ષકોને શિક્ષણ સિવાય કોઈ કામ સોંપવું ન જાઈએ. મેં ઓક્ટોબર સુધી એડમિશન ચાલે એવી વિચિત્ર વ્યવસ્થા કિયારેય જાઈ નથી. જૂન સુધીમાં એડમિશન થઈ જાય એવી આદર્શ વ્યવસ્થા હોવી જાઈએ. નોકરી માટે નહીં પણ સ્વામાનથી જીવી શકાય એ માટે શિક્ષણ જરૂરી છે.
બાપુએ ખેડૂતોની પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રૂપાણીની યોજનાને આડે હાથ લેતા પ્રહાર કર્યા હતા. બાપુએ કહ્યુ કે, ખેડૂતોને ટેકાના ભાવ મળવા જાઈએ. ખેડૂતોને છેતરવા માટે કારનામા થાય તે ખોટું છે. ટેકાના ભાવે મગફળી ખરીદી થાય તેમા પણ ધૂળ માટીના ઢેંફા નીકળે છે. શંકરસિંહે સરકારને બાનમાં લેતા કહ્યુ કે, આ ધૂળ અને માટીના ઢેંફા નીકળે તે મારી સમજની બહાર છે. જા ટેકાના ભાવ પૂરતા મળે તો ખેડૂત જીવી જાય છે.
આ સિવાય શંકરસિંહે આયુષ્યમાન યોજના વિશે વાત કરીને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યુ કે, આયુષમાન ભારત યોજના દેશનું મોટું સબક છે. ખાનગી હોસ્પિટલો, દવાખાનાને ખટાવવા માટેનું આ મોટું કૌભાંડ છે. સરકારી દવાખાનામાં સ્ટાફ, દવાઓ એને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. જેથી પહેલા આ સુવિધાઓ પૂરી કરો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






