મુંબઈ,તા.૧
ડઝનબંધ સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલી અભિનેત્રી કાજાલે કહ્યુ હતું કે મારે તો અભિનેત્રી બનવું જ નહોતું. હું અકસ્માતે અભિનેત્રી બની ગઇ હતી. કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે વગેરે સુપરહિટ ફિલ્મો આપનારી કાજાલ હાલ પોતાની હેલિકોપ્ટર ઇલાનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં એ એક સિંગલ મધરનો રોલ કરે છે.
‘મેં મારી મમ્મીને કામ કરતાં જાઇ હતી. એ જેટલી મહેનત કરતી હતી એના પ્રમાણમાં એને મળતું મહેનતાણું સાવ નજીવું હતું એવું મને સતત લાગતું હતું. આજે પણ હીરોઇનોને જે મહેનતાણું મળે છે એ આટલી
બધી મહેનત કરવાને લાયક હોતું નથી. એટલે હું શરૃથી અભિનેત્રી બનવાની વિરોધી હતી’ એમ કાજાલે કહ્યુ હતું.
એણે ઉમેર્યું કે મેં મારી મમ્મીને કહ્યુ હતું કે મારે તો એવી જાબ કરવી છે જ્યાં મહિને મારા હાથમાં ચોક્કસ રકમનો પેચેક આવે.
ફિલ્મ ઉદ્યોગ સાવ અનિશ્ચિત છે અને અનિશ્ચિત પર શી રીતે વિશ્વાસ મૂકવો ? આગળ શી રીતે વધવું એ એક સવાલ હતો.
જા કે કાજાલ ત્રીજી પેઢીની અભિનેત્રી છે. એની માતા તનુજા અને માસી નૂતન પણ અભિનેત્રી હતી. તનુજાની માતા શોભના સમર્થ એક સમયે મોખરાની અભિનેત્રી રહી ચૂકી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



