અંદાજે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા અફઘાનિસ્તાનમાં ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હૂમલો, ૭નાં મોત

0
179

કાબૂલ,તા.૨
અફઘાનિસ્તાનમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવેલ આત્મઘાતી બોંબ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ હુમલામાં અંદાજે ૩૦ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી શક્્યતા છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહર પ્રાંત નજીક યોજવામાં આવેલ એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અંદાજે સાત લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ૩૦થી વધારે લોકોને ઇજા પહોંચી હોવાની અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
પ્રાંતના ગવર્નર અતાઉલ્લા ખોગયાનીના જણાવ્યા અનુસાર હુમલામાં ઘાયલ લોકોમાં ઘણા લોકોની હાલત ઘણી ગંભીર અને ચિંતાજનક છે. આ હુમલો પ્રાંતના કામા જિલ્લામાં થયો છે. જાણકારોના મતે ૨૦ ઓક્ટોબરે યોજાનાર સંસદીય ચૂંટણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY