કચ્છમાં ઓપન હાઉસની બેઠકમાં 33 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળ્યું

0
301

ભુજ: ૧૯૭૧- ‘૭૨ ના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન છોડીને કચ્છમાં શરણ લેનારા સોઢા શરણાર્થીઓ હોય કે પછી પાકિસ્તાનની વર્તમાન અશાંત પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડીને કચ્છમાં વિઝા ઉપર જ રહી ગયેલા પાકિસ્તાની નાગરિકો હોય તેઓ સતત ભારતીય નાગરિકત્વ મેળવવા ઝઝૂમતા હતા.એવા ૩૩ પાકિસ્તાની નાગરિકો માટે ૧૧ મે ૨૦૧૮ નો શુક્રવાર મંગલમય રહ્યો.ભુજ મધ્યે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે તેમને ભારતીય નાગરિકત્વ પ્રદાન કરાયું હતું.ભુજની જિલ્લા કલેક્ટર કચેરી મધ્યે હાથ ધરાયેલી આ કામગીરીમાં સોઢા,મેઘવાળ અને મુસ્લિમ નાગરિકોને પણ તેમણે લાંબા સમય થી કરેલી અરજીના આધારે ભારતીય નાગરિકત્વ પ્રદાન કરાયું હતું.

“ફિર ભી યે દિલ હૈ હિન્દુસ્તાની”

વર્ષો સુધી ભારતીય નાગરિકત્વ મેળવવાની ઓળખ માટે ઝઝૂમતા પાકિસ્તાનના આ રહેવાસીઓના ચહેરા ઉપર આનંદ અને હૈયામાં હરખ વરસતો હતો. રામસંગજી સોઢા અને ગગુજી સોઢા એ ભુજની જિલ્લા કલેકટર કચેરીમાં ભારતીય નાગરિક બનવાની ક્ષણોને યાદગાર અને ઐતિહાસિક ગણાવી હતી.વર્ષોથી ભારતીય નાગરિક બનવાની માંગણી પુરી થતાં, હવે આ નાગરિકો આપણી જેમ તમામ સરકારી યોજનાઓ નો લાભ મેળવી શકશે. ભારતમાં મિલકત અને જમીનની ખરીદી તેમ જ વેંચાણ કરી શકશે.મુક્ત રીતે એક સ્થળે થી બીજા સ્થળે ફરી શકશે.સગાઈ અને લગ્ન જેવા સામાજિક રીત રિવાજો પણ સરળતાથી કરી શકશે.આ પાકિસ્તાની નાગરિકો ત્યાં પાકિસ્તાનમાં અશાંત અને ભયગ્રસ્ત પરિસ્થિતિ ને બદલે હવે ભારતીય નાગરિક બનીને કચ્છમાં શાંતિપૂર્ણ રીતે રહી શકશે. લગ્ન સબંધ હોય કે સામાજિક કાર્યક્રમો હોય પાકિસ્તાન અને કચ્છ વચ્ચે વ્યવહારીક સંબધ ગાઢ રહ્યો છે. તેમાંય સિંધ પ્રાન્તના અનેક લોકો કચ્છ સાથે વ્યવહાર ધરાવવાની સાથે કચ્છમા કાયમી વસવાટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જો કે કાયદાની આંટીઘૂંટી સરળ બનતા દિલ્હી અને ગાંધીનગર ને બદલે જિલ્લા કક્ષાએ થી જ કાર્યવાહી થતાં હાલાકી ઘટી અને આ કામગીરી વધુ સરળ અને શક્ય બની છે. જો કે,હજુ અનેક લોકોએ ભારતીય નાગરીક બનવા કરેલી અરજી પેન્ડીંગ છે તેવામાં આજે 33 લોકો ને ભારતીય નાગરીકત્વ મળતા અન્ય અરજી કરનારાઓ માં એક નવી આશા જાગી છે.પરંતુ, હજુ ખેતી માટે જમીન અને રહેવા માટે પ્લોટની મંજૂરીની સાથે નાગરીકત્વ માટેની કાર્યવાહી ઝડપી થાય તેવી રજુઆત છે સાથે તેમને આશા છે કે સ્થાનીક તંત્ર સાથે સરકાર તેમની વ્યથા અને લાગણીને સમજી પ્રશ્ર્નનો ઝડપી ઉકેલ લાવશે.

રિપોર્ટર ગૌતમ બુચિયા ( ભુજકચ્છ )
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY