એક ભાઈની પત્નીને ફરિયાદીનો પુત્ર ભગાડી ગયો હોવાનો વ્હેમ રાખી ત્રણ ભાઈઓએ દંપતીને માર મારી પુત્ર ને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજપીપલા: નર્મદા જિલ્લા ના માણકૂવા ગામે રહેતા કાળુભાઇ સામાભાઈ નાઈકનો પુત્ર વીરસીંગ ગામના ગમા ચીમન નાયક ની પત્ની ને ભગાડી લઈ ગયો હોવાનો વ્હેમ રાખી અંબુ ચીમન નાયક,ત્રિકમ ચીમન નાયક અને ગમા ચીમન નાયક આમ ત્રણેય ભાઈઓ ફરિયાદી કાળું નાયકના ઘરે જઈ તમારો પુત્ર ગમા ની પત્નીને ભગાડી લઈ ગયો છે એમ કહી લાકડી વડે માર મારતા કાળું ની પત્ની એને છોડાવા વચ્ચે પડતા એને પણ લાકડી વડે માર મારી ફરિયાદીના પુત્ર વીરસીંગ દેખાશે તો એને જાનથી મારી નાખીશું એવી ધમકી આપતા કાળું નાયકે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધો તપાસ હાથ ધરી છે.
- ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





