નવસારી, તા. ૦૨
રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના જન્મદિન ૨ જી અોકટોબરના રોજથી તા.૮/૧૦/૧૮ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું રાજય સરકારે આયોજન કરેલ છે. ગુજરાત રાજયના નશાબંધી અને આબકારી વિભાગ નવસારીના ઉપક્રમે તા.૨ અોકટોબર-૧૮ ના રોજ ૧૫૦ મી ગાંધી જયંતિના દિને વિશ્વ અહિંસા દિવસ અને નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો છે.
તા.૨/૧૦/૨૦૧૮ ના રોજ ૯-૧૫ કલાકે ગાંધી સ્મૃતિ, પ્રાર્થના મંદિર દાંડી ખાતે નશાબંધી સપ્તાહનો નશાબંધી આબકારી વિભાગના નિયામક શ્રી સુનિલકુમાર પ્રારંભ કરાવશે. નશાબંધી વિચાર ગોષ્ટી અને બંધારણ જાગૃતિ રેલી યોજાઈ હતી. અતિથિવિશેષ પદે દાંડીના શ્રી ધીરુભાઇ પટેલ, બારડોલી કોલેજના પ્રો.જે.કે.ટંડેલ, શ્રી કાળુભાઇ ડાંગર ઉપસ્થિત રહ્નાં હતા.
નવસારી જિલ્લામાં તા.૩/૧૦/૧૮ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે વાંસદા તાલુકાના ચોરવણી ગામે નશાબંધી સ્પર્ધા અને પોસ્ટર પ્રદર્શન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. તા.૪/૧૦/૧૮ ના સવારે ૧૨-૦૦ કલાકે આશ્રમશાળા ખાટાઆંબા ખાતે નશાબંધી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રવાસન, પ્રતિજ્ઞા, વકૃતત્વ સ્પર્ધા વગેરે કાર્યક્રમ યોજાશે.
તા.૫/૧૦/૧૮ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે ડી.બી.પટેલ વિકાસ વિદ્યાલય માસા ખાતે સામાજિક દુષણ, તજજ્ઞોએ વકૃતત્વ અને દર્દીઅોની આપવીતી, નિબંધ વકૃતત્વ સ્પર્ધા, તા.૬/૧૦/૧૮ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે વાંસીયા તળાવ ખાતે વ્યસન મૃકિત માટે જાદુગર શો, તા.૭/૧૦/૧૮ ના રોજ ૧૧-૩૦ કલાકે ખેરગામ, તા.ગણદેવી ખાતે વ્યસન મુકિત અંગે ડાયરો, તા.૮/૧૦/૧૮ ના રોજ ૯-૩૦ કલાકે વ્યસન મુકિત કેન્દ્ર કસ્તુરબા સેવાશ્રમ મરોલી ખાતે વ્યસન મુકિત કેન્દ્રના દર્દીઅો સાથે વિચારવિમર્શ કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





