નેચર પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી સપ્તાહની ઉજવણી

0
15

 

સુરત, તા. ૦૨
સુરત મહાનગરપાલિકા, નેચરપાર્ક તથા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણ, વન્યજીવ, પ્રાણી-પક્ષીઅો પ્રત્યે લાગણી, બચાવ, રાખ-રખાવ માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જનજાગૃતિ માટે ૨જી અોક્ટોબરથી ૮મી અોક્ટોબર દરમિયાન ‘‘વન્યપ્રાણી સપ્તાહ’’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
આ અઠવાડિયાને સફળ બનાવવા સુરત મહાનગરપાલિકાને શાળામાં અભ્યાસ કરતાંï વિદ્યાર્થીઅોને કલ્પનાઅોને બદલે વન્ય જીવન વિશેની પ્રત્યક્ષ સાચી વૈજ્ઞાનિક જાણકારી મેળવવા તેમનામાં શૈક્ષણિક જાગૃતિ લાવવા ઉપરાંત તેમની જિજ્ઞાસાવૃત્તિ કેળવવા માટે ૧૨ (બાર) વર્ષ કે તેથી નાની ઉમરના બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. જેનો ૧૨ (બાર) વર્ષથી નાની ઉમરના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો તેવું પ્રાણી સંગ્રહાલય ખાતાએ તેમની અખબારી યાદીમાં જણાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY