મુંબઈ,તા.૩૦
મોખરાની અભિનેત્રી કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ પંગાની પૂર્વતૈયારી શરૃ કરી દીધી હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એ આવી તૈયારી કરી શકી નહોતી.
કંગના સાઉથના આગેવાન ડાયરેક્ટર ક્રીશના માર્ગદર્શનમાં મણીકર્ણિકા ધ ક્વીન આૅફ ઝાંસીમાં મુખ્ય રોલ કરવા ઉપરાંત વચ્ચેથી ક્રીસ ખસી જતાં ફિલ્મના ડાયરેક્શનમાં પણ બીઝી હતી એટલે અશ્વિની સાથે નવી ફિલ્મની ચર્ચા કરવાથી વધુ એ કંઇ કરી શકી નહોતી. એણે માત્ર અશ્વિની કને એની ફિલ્મની સ્ટોરી લાઇન સાંભળી લીધી હતી.
પંગા એક સ્પોર્ટલક્ષી ફિલ્મ છે. આ ફિલ્મમાં મહિલા કબડ્ડીની કથા વણી લેવામાં આવી છે અને એમાં રિચા ચડ્ડા પણ કંગના સાથે ચમકી રહી છે. દેખીતી રીતેજ આ ફિલ્મ નાયિકા પ્રધાન હશે એટલે એમાં હીરો હોવા છતાં હીરો નાયિકાની પ્રગતિમાં નિમિત્ત બનતો હોય એવી રીતે કથા વણી લેવામાં આવી હશે. મણીકર્ણિકા પૂરી થઇ જતાં કંગના ભોપાલ જવ રવાના થઇ હતી. કંગનાએ દેશની પ્રતિષ્ઠિત મહિલા કબડ્ડી ટીમની નિષ્ણાત ખેલાડીઓ કને કબડ્ડી રમવાની તાલીમ લેવાનો આરંભ કર્યો હતો એવી માહિતી એની નિકટનાં સૂત્રોએ આપી હતી. એકવાર કંગના તૈયાર થઇ જાય એટલે આ ફિલ્મ ફ્લોર પર જશે એેવી માહિતી પણ મળી હતી. આ ફિલ્મ આવતા વરસે રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



