ન્યુ દિલ્હી,તા.૩
કિસાન ક્રાંતિ યાત્રા લઈને દિલ્હી પહોંચેલા ખેડૂતોએ આખરે પોતાનું આંદોલનનો અંત લાવી દીધો છે. બુધવારે ભારતીય કિસાન સંઘનાં નેતા નરેશ ટિકૈતે આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી. મંગળવારે મોડી રાત્રે ખેડૂતો આંદોલન સમેટીને પોત-પોતાનાં ગામે પાછા ફરવા લાગ્યા હતાં. મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.
પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જા કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી.
ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’
મંગળવારે કિસાન ક્રાંતિ યાત્રા ગાઝિયાબાદ પહોંચી હતી ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. યુપી-દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડ્સ ગોઠવીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




