સંખ્યાબદ્ધ પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા ટ્રાફિક ડ્રાઈવ : પોલીસે પોલીસને જ શીખવાડ્યા ટ્રાફિકના નિયમો

0
7

અમદાવાદ,તા.૩
અમદાવાદમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકોને દંડ કરવાનું કામ પોલીસ કરે છે. પરંતુ આજે પોલીસ જ તમામ ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉંલ્લઘન કરતા જાવા મળ્યા હતા.ટ્રાફિક શાખાની વિશેષ ડ્રાઈવમાં આજે સંખ્યાબદ્ધ પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. પોલીસ તમામને દંડ કર્યો હતો. ઘણા પોલીસકર્મી તો પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બાઈક અને જીપમાં સવાર હતા. આ તમામને દંડ ભરાવીને પોલીસે એક મેસેજ પહોંચાડવા માટે પ્રયાસ કર્યો છે. બીજી તરફ ત્યાંથી પસાર થતા લોકો પણ આ દ્ગશ્ય જાઈને તમામ કામગીરીની તસવીરો લઈ રહ્યાં હતા અને કહી રહ્યાં હતા, કે નિયમો બધા માટે સરખા હોવા જાઈએ.
ટ્રાફિક વિભાગે આજે સવારે ૯થી ૧૧ દરમિયાન સરકારી કચેરીયોની આસપાસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી કરી હતી, જેમાં ઈન્કમટેક્ષ, એલિસબ્રીજ, સોલા સિવિલ, રિઝર્વ બેંક, રિવરફ્રન્ટ, ઉસ્માનપુરા, બેંક ઓફ ઇન્ડિયા- ભદ્ર, ઈસરો, અને પાલડી બસ સ્ટેન્ડની આસપાસ વિશેષ ડ્રાઈવ કરી હતી, તે દરમિયાન પોલીસના જ કર્મચારીઓને જાણે કઈ જ ના પડી હોય તેમ ટ્રાફિક નિયમો તોડતા દેખાઈ રહ્યાં હતા. જેમને પણ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન રોકીને દંડ વસુલવામાં આવ્યો હતો. તમામ પોલીસકર્મીઓને એક સામાન્ય વ્યક્તિની જેમ જ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY