ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૨૦ ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન

0
9

અમદાવાદ,તા.૩
ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ-ર૦૧૯ની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ર૦ ઓક્ટોબર આસપાસ શરૂ કરવામાં આવશે. આ વર્ષે પહેલી વાર જાહેર થયેલા નવરાત્રી વેકેશનના કારણે પ્રક્રિયા ૧પથી ર૦ દિવસ મોડી શરૂ થઇ રહી છે. તેથી વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યાનો આંક પણ ૧પ થી ર૦ દિવસ મોડો જાહેર થશે.
વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બોર્ડ દ્વારા હવે છેક સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની તમામ નવી સ્કૂલોએ તેમની વિગત બોર્ડને મોકલવાની તેમજ ચાલુ સ્કૂલોએ તેની તમામ વિગતો અપડેટ કરવાની શરૂ કરી છે.
આ તમામ કામગીરી પૂરી થયા પછી જ ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી માર્ચ-ર૦૧૯ની પરીક્ષા માટેનાં આવેદનપત્રો ટૂંક સમયમાં ભરવાની શરૂઆત થશે.
ચાલુ વર્ષે નોંધાયેલી નવી શાળાઓએ નવેસરથી બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે હાલમાં ચાલુ હોય તેવી તમામ શાળાઓએ તેની માહિતી અપડેટ કરવા ઉપરાંત ચાલુ વર્ષનાં તમામ ધોરણના ચાલુ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા ભરવા ઉપરાંત શાળાના નામ અને સરનામાની ખરાઇ કરવાની રહેશે.
તેથી વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી થયા પછી જે નવી શાળાઓને નવા ઇન્ડેક્સ નંબર ફાળવાયા હશે તે શાળાઓએ જે મેઇલ આઇડી આપ્યાં હશે તેના પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY