ન્યુ દિલ્હી,તા.૩
રેપ કેસમાં દાતી મહારાજની મુશ્કેલીઓ વધતી જાવા મળી રહી છે. દિલ્હી હાઈકોર્ટે પીડિતા તરફથી કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરીને આ કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે સૌથી મોટો સવાલ એ ઉભો કર્યો છે કે, અત્યાર સુધી આટલા સંગીન આરોપમાં દાતી મહારાજની ધરપકડ કેમ કરવામાં આવી નથી.
હકીકતમાં કોર્ટ દિલ્હી પોલીસ તરફથી તાજેતરમાં જ ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટથી સંતુષ્ટ નથી. તેથી સીબીઆઈને આ કેસમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટમાં ચાર્જશીટ પર સવાલ ઉભા કરીને કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં ૪ ડઝન કરતાં વધારે મહિલાઓના નિવેદન પોલીસે તેમના ઘરે જઈને લીધાં છે.શકય છે કે દાતી મહારાજનું નિવેદન નોંધાયા પછી તેમને ડરાવા-ધમકાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કોર્ટનો સવાલ હતો કે, પીડિતાએ ૨૦૧૬માં તેનું નિવેદન નોંધાવી દીધું હોવા છતાં કેમ દાતી મહારાજ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






