રસ્તા પર કચરો ફેંકનારને એક દિવસની જેલ થવી જાઈએ : સોનુ નિગમ

0
117

મુંબઈ,તા.૩
સફાઈગીરી એવોર્ડ ૨૦૧૮નાં આઠમાં સત્રમાં સિંગર સોનુ નિગમે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં સોનુ નિગમે રસ્તા પર કચરો ફેંકનારા લોકો પર આકરા પ્રહારો કર્યાં હતાં. સોનુ નિગમે કહ્યુ, ‘રસ્તા પર થતી ગંદકીને રોકવા માટે ટૂરિસ્ટ પ્લેસ પર કેમેરા લાગવા જાઈએ. જે લોકો રસ્તા પર કચરો ફેંકતા ઝડપાય તેને એક દિવસની જેલની સજા થવી જાઈએ જેથી ફરીથી તેઓ આ પ્રકારની ભૂલ ન કરે.’
સોનુ નિગમે કહ્યુ કે, ‘આ પ્રકારનો કાયદો ફક્ત કોઈ એક રાજ્ય કે શહેરમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં થવો જાઈએ. કચરો ફેંકનારાને એક દિવસની જેલની સજા ફટકારવાનો કાયદો લાવવો જ જાઈએ. પછી ભલે તે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર. જ્યારે આપણે વિદેશમાં જઈએ છે ત્યારે આપણે ત્યાં કોઈ પણ વસ્તુ રસ્તા પર નથી ફેંકતા, કારણ કે ત્યાં રસ્તા પર કચરો ફેંકવા પર દંડ ભરવો પડે છે.’
સોનુએ કહ્યુ, તેઓ આપણા દેશનાં જવાનો છે. અને આપણે તેમની પાસેથી આવા સફાઈનાં કામો કરાવી રહ્યાં છે. આપણે ભલે ગણે એટલા ટાઈલેટ બનાવી દઈએ. પરંતુ જ્યાં સુધી લોકો તેનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી કંઈ જ નથી થઈ શકવાનું. લોકો નાક સાફ કરીને હાથ પણ નથી ધોતા. જ્યારે લોકો મારી સાથે હાછ મિલાવે છે ત્યારે મને વિચાર આવે છે કે ખબર નહીં તેણે તેનાં હાથનો કિયા-કિયા ઉપયોગ કર્યો હશે. અને જા હું તેમની સાથે હાથ ન મિલાવું તો લોકોને લાગશે કે હું એરોગેન્ટ છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY