વન-ડેમાં કોહલીએ ચોથા નંબરે બૅટિંગ કરવી જોઈએઃ સૌરવ ગાંગુલી

0
29

ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યુ છે કે આવતી કાલે શરૂ થનારી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ ચોથા નંબરે જ બૅટિંગ કરવી જાઈએ, કારણકે એમ કરીને વિરાટ પોતાની ટીમની બૅટિંગ-હરોળને વધુ મજબૂતી પૂરી પાડી શકશે.
ગયા વર્ષે શ્રીલંકા ખાતેના પ્રવાસથી માંડીને અત્યાર સુધીમાં ભારતીય ટીમે ચોથા નંબર પર છ બૅટ્‌સમેનોને અજમાવ્યા છે જેમાં લોકેશ રાહુલ, કેદાર જાધવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને અજિંક્ય રહાણેનો સમાવેશ છે. જાકે, ગાંગુલીનું એવું માનવું છે કે ‘કોહલીએ ચોથા નંબરે જ રમવું જાઈએ. ઇંગ્લૅન્ડ સામે ૨-૧થી જીતેલી ટી-ટ્‌વેન્ટી શ્રેણીમાં પણ ભારતની બૅટિંગ લાઇન-અપ વ્યસ્થિત બની હતી. રાહુલને ત્રીજા નંબરે મોકલવામાં આવતો હતો અને ખુદ વિરાટ ચોથા નંબરે જતો હતો. એવું હવે વન-ડે ફામેટમાં પણ રહેવું જાઈએ.’ ગાંગુલીના મતે ઇંગ્લિશ ટીમનું બોલિંગ જાઈએ એવી આગઝરતી નથી એનો ભારતને ફાયદો થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY