નવરાત્રીના આયોજકોએ પાર્કિંગની ક્ષમતા મુજબ પાસ ઇશ્યૂ કરવા પડશે

0
9

અમદાવાદ,તા.૫
જા તમે શહેરની ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબા રમવા જવાના છો તો વાહનોના પાર્કિંગની તમારે ચિંતા કરવી પડશે, કારણ કે આ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી દરેક ગરબાના આયોજકને પોલીસે પાર્કિંગની જેટલી વ્યવસ્થા હોય તેટલા જ પાસ વહેંચવા માટે સૂચના આપી છે.
પોલીસની મંજૂરી લેતી વખતે આયોજકોને પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપવામાં આવી રહી છે. જા પાર્કિંગમાં જગ્યા નહીં હોય અને ખેલૈયાઓ બહાર રોડ પર વાહન પાર્ક કરી ગરબે ઘૂમવા જશે તો ટ્રાફિક પોલીસ તેમનાં વાહન ટોઇંગ કરીને લઈ જશે.
નવરાત્રી આડે પાંચ દિવસ બાકી છે ત્યારે રાસ-ગરબાના આયોજનની મંજૂરી માટે હજુ સુધી ખાસ કોઈ અરજીઓ આવી નથી. હજુ સુધી માત્ર રપથી વધુ અરજીઓ પોલીસને મળી છે, જાકે નવરાત્રિના બે દિવસ પહેલાં જ મંજૂરી માટે આયોજકો ભાગદોડ કરતા હોવાથી છેલ્લા દિવસોમાં મંજૂરીનો આંકડો વધે તેવી શકયતા છે.
ગરબાના આયોજકોને મંજૂરી આપતા સમયે પોલીસ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. ગરબાના સ્થળે અને પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ખેલૈયાઓ, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાની વિશેષ તકેદારી રાખવી પડશે.
મહિલા અને પુરુષ બંને સિકિયોરિટી રાખવા પડશે.પાર્કિંગપૂરું પાડવાની જવાબદારી ગરબા આયોજકોની છે, જેથી આયોજકોએ પાર્કિંગની સ્થિતિ શું છે એની માહિતી આપવી પડશે ત્યારે જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે. શહેરમાં મોટા ગરબાના આયોજકોએ આ વર્ષે પાર્કિંગને લઈ ગરબા માટે જગ્યા ઓછી રાખવાની ફરજ પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY