અમરેલીમાં ભારે વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ

0
69

ગાંધીનગર,તા.૧૩
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૧૬ અને ૧૭મી જુલાઈએ સૌરાષ્ટની મુલાકાતે આવવાના હતાં પરંતુ હવે તેવા અહેવાલ મળી રહ્યાં છે કે તેઓની આ મુલાકાતને મુલતવી રાખવામાં આવી છે. હવે તેઓની આગામી મુલાકાત ક્યારે થશે તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યા નથી. અમરેલીમાં ભારે વરસાદના પગલે તેમનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.
છેલ્લા બે દિવસથી અમરેલીમાં મેઘ મહેર છે.અને આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મુલત્વી રાખવામાં આવ્યો છે.૧૬ અને ૧૭ જુલાઈએ રાહુલ ગાંધી સૌરાષ્ટના અમરેલી ભાવનગરની મુલાકાત કરવાના હતા.જાકે ભારે વરસાદ અને વરસાદની આગાહી વચ્ચે તેઓનો પ્રવાસ મુલત્વી રાખ્યો છે.
રાહુલ ગાંધી બે દિવસની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાત લેવાના હતાં. રાહુલ ગાંધીની સૌરાષ્ટ મુલાકાત પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીની સૌરાષ્ટÙ મુલાકાત અંગે સમીક્ષા કરી હતી.
પોતાની જમીન મુદ્દે લડાઈ ચલાવતા ઘોઘાના બાડી પડવા ગામના ખેડૂતો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના હતાં. બાડી પડવા ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY