જીસીએસ હોસ્પિ.માં બાળકીનું મોત થતા ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ મુકાયો

0
7

અમદાવાદ,તા.૫
અમદાવાદ શહેરના ચામુંડાબ્રિજ પાસે આવેલી જીસીએસ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઇ કાલે રાતે એક છ વર્ષની બાળકીનું મોત થઇ જતાં પરિવાજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. આ મામલે બાળકીનાં માતા-પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાળકીના મોત પાછળ જવાબદાર તબીબ વિરુદ્ધ ફરિયાદ કરી છે.
બાપુનગર વિસ્તારમાં આવેલ નવલ શેઠની ચાલીમાં રાજુ યાદવ તેમની પત્ની અને છ માસની દીકરી નેહા સાથે રહે છે અને મિકેનિકનું કામકાજ કરે છે. બુધવારે નેહાને તાવ આવતાં તેને સારવાર માટે કાલુપુર નરોડા રોડ પર આવેલ ચાંમુડાબ્રિજની બાજુમાં જીસીએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. તબીબે એક દિવસ સુધી નેહાને હોસ્પિટલમાં એડમિટ કરી હતી. ગઇ કાલે હોસ્પિટલમાં નેહાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
રાજુ યાદવે તબીબ અને સ્ટાફના મેમ્બર સાથે માથાકૂટ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી. નેહાનું મોત કેવી રીતે થયું તે હજુ સુધી જાણવા મળી શક્યુ નથી, પરંતુ રાજુ યાદવે નેહાના મોત પાછળ જવાબદાર તબીબ વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નેહાનું મોત થતાં ગઇ કાલે રાજુ યાદવનાં પરિવારજનો અને અડોશપડોશના લોકો પોલીસ સ્ટેશનમાં ઊમટી પડ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY