મુંબઈ,તા.૫
મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે તાજેતરમાં રજૂ થયેલી અમારી સુઇ ધાગા ફિલ્મ ફ્લોપ નીવડી હોત તો મને ડિપ્રેસન આવી ગયું હોત.
‘આ ફિલ્મ સ્વીકારી ત્યારેજ ખ્યાલ આવી ગયો હતો કે આ એક પ્રકારનું જાખમ ઊઠાવી રહી છું. ફિલ્મ પરંપરાગત કથા કરતાં અલગ વિષય ધરાવે છે અને કદાચ મનોરંજન ઇચ્છતા દર્શકો એનો સ્વીકાર ન પણ કરે.
આમ છતાં અમે જાખમ ઊઠાવ્યું અને સદ્ભાગ્યે અમે ઊઠાવેલું જાખમ યોગ્ય સાબિત થયું. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો’ એમ અનુષ્કાએ કહ્યું હતું.
આ ફિલ્મમાં એક સાવ નાનકડા નગરમાં વસતો એક દરજી અને ભરતગૂંથણ દ્વારા આજીવિકા રળતી એક યુવતીની કથા છે. નાનકડા નગરના લોકો શી રીતે આર્થિક પગભરતા મેળવી લેતાં હોય છે એની આ કથા છે.
ફિલ્મના પ્રમોશનના તબક્કે જાવા મળ્યું હતું કે કહેવાતા ટોચના કલાકારો પણ સોયમાં દોરો પરોવી શકતા નથી જ્યારે અહીં તો વરુણે નિપુણ દરજીનો રોલ કરવાનો હતો અને એ માટે એણે પૂરતી પૂર્વતૈયારી પણ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




