પર-પ્રાંતિઓ પર હુમલા : રાજનીતિના બહાને પ્રાંતવાદમાં ગુજરાતને કોઈ સળગાવે નહી…….!!

0
23

શાંતિપ્રિય ગુજરાતમાં બળાત્કારની એક ઘટનાને લઈને પ્રાંતવાદમાં ધકેલવાની ખતરનાક રાજનીતિ ખેલાઈ રહી છે. ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ગામમાં ચાર મહિનાની એક બાળકી પર દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી મૂળ બિહારનો રહીશ શ્રમિકનું નામ આવતા જ કમસેકમ ચાર જીલ્લામાં યુપી, બિહારના લોકોને નિશાન બનાવી તેમના પર જીવ જાય તેવા હુમલા થયા છે. હુમલાના ૧૯ બનાવો નોંધાયા છે. ૧૫૦ લોકોને ગીરફ્તાર કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં બીજા રાજ્યના લોકો માટે પર-પ્રાંતીય શબ્દનો ઉપયોગ થાય છે. હુમલા એટલા તેજ અને આગ લગાડવાની સાથે થવાની કેટલાયે પર-પ્રાંતીય પરિવારો આગ લગાડવાની સાથે થવાની કેટલાયે પર પ્રાંતીય પરિવારો ઉચાળા ભરી ગયા છે. જેના ઉપર બળાત્કાર થયો તે બાળકી ઠાકોર સમાજની હોવાથી ઠાકોર જાતિના લોકોએ જ્યાં તે બિહારી મજુર કામ કરતો હતો. તે કારખાનામાં તોડફોડ કરવા સાથે કામ કરતા બીજા પર પ્રાંતિના મજુરો પર હુમલા કર્યા.સાબરકાંઠા સાથે અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા અને અરવલ્લી જીલ્લામાં યુપી-બિહારીઓને નિશાન બનાવી તેમના પર જે એક સાથે હુમલા થયા છે તે મહારાષ્ટ્રમાં યુપી-બિહારીઓ પર પર થયેલા હુમલાની યાદ અપાવી રહ્યા છે.
ગુજરાતમાં યા યુપી-બિહારમાં બળાત્કારની આ પહેલી ઘટના નથી. એવી અનેક ઘટનાઓ બની છે. યુપી-બિહારમાં આવી જ ઘટનામાં કોઈ ચાર અન્ય રાજ્યના પાંચ આરોપી પણ પકડાઈ ગયા હશે. ગુજરાતમાં જ રેપના બનાવમાં પર- પ્રાંતીય સિવાય કોઈ બીજી જાતિના આરોપી પણ પકડાઈ ગયા છે. પરિવારના લોકો પણ પકડાઈ ગયા છે.તો શું બીજી જાતિના લોકો પર હુમલા થયા…..?? બીજા પરિવારના લોકો ઉપર હુમલા થયા તો પછી બીજા રાજ્યોના નિર્દોષ લોકો ઉપર હુમલા થયા તો પછી બીજા રાજ્યોના નિર્દોષ લોકો પર હુમલા શા માટે……?? યુપી-બિહારના લોકો મહેનત મજુરી કરી પોતાનો જીવન નિર્વાહ કરે છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં જેવીરીતે ગુજરાતના લોકો યુપી-બિહારમાં નાના મોટા ધંધા કરે છે. એવી જ રીતે પર-પ્રાંતિના લોકો ગુજરાતમાં મજુરી કરે છે. ગુજરાતમાં અલંગ શિપ બ્રેડીંગ ઉદ્યોગ પર-પ્રાંતિઓને સહારે ચાલી રહ્યો છે. સમગ્ર સુરત યુપી-બિહાર અને ઉડિયા મજુરો પર રહેલું છે. અગર આવા હુમલાઓ થતા રહેશે તો પછી ગાંધીનું ગુજરાત ગાંધીનું નહી રહે.
ઠાકરે સમાજના જે લોકોએ આ હુમલા કર્યા છે. તેમાં રાજકીય પક્ષના લોકો પણ હોવાની ખબર છે. પણ આવા બનાવોમાં કોઈને પણ રાજકીય રોટલા શેકવાના પ્રયત્નોથી આખરે તો નિર્દોષોને જ સહન કરવું પડે છે. અમદાવાદના જે વિસ્તારમાં યુપી-બિહારના લોકો ઉપર હુમલા થયા તેઓ તો રેપના બનાવમાં સામેલ ન હતા. તેમને નિશાન બનાવીને રાજકીય રીતે પ્રાંતવાદને ઉતેજન ન આપે. ક્્યાંક એવું ના બને કે ગુજરાતના આવા હુમલાના પ્રત્યાઘાતમાં યુપી કે બિહારમાં રહેતા ગુજરાતીઓને નિશાન બનાવી તેમના પર હુમલા ન થાય. રાજકારણ પોતાની જગ્યાએ,માનવીય વ્યવહાર પોતાની જગ્યાએ, કાલે કોઈ આવા બનાવમાં પર-પ્રાંતીય નહી પરંતુ કોઈ મૂળ ગુજરાતી જ પકડાય તો……તો શું તેના પર આવા જ હુમલા થશે. આવી પ્રાંતવાદની દીવાલ ઉભી કરવાની કોશિશ પ્રાંત સાથે દેશને પણ સળગાવશે આને અહિ જ રોકે ગુજરાત સરકાર.(જી.એન.એસ-હર્ષદ કામદાર)

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY