અમેરિકાના મુખ્ય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો
ન્યૂયોર્ક,તા.૨
કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ છે અને આતંકવાદી સંગઠનો પણ ઘટયા છે. તેનું કારણ પાકિસ્તાનમાંથી મદદ નહીં મળવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે કાશ્મીર ખીણમાં હવે અઢીસો આતંકવાદીઓ બચ્યા છે. વીસ વર્ષ પહેલા કાશ્મીરમાં એક હજારથી પણ વધારે આતંકવાદીઓ હતા. જો કે આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાંથી સંપૂર્ણપણે હાંકી કાઢવા સરળ નહીં હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ દાવો અમેરિકાના મુખ્ય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છેકે પાકિસ્તાનમાં રાજકીય પરિવર્તનની અસર કાશ્મીર પર જરૂરથી પડશે. અહીં લડાઈ નાની જરૂર હશે. પરંતુ ખૂન-ખરાબાના વધવાનો અંદેશો છે. હાલ કાશ્મીરમાં અઢી લાખથી વધુ ભારતીય સૈનિકો, સીમાવર્તી ગાર્ડ, પોલીસ અધિકારીની તેનાતી હોવાનું પણ અહેવાલમાં જણાવાયુ છે. અહેવાલમાં કાશ્મીર ખાતે આતંકવાદીઓ સામેની કડક કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૈન્ય અધિકારીઓ મુજબ મોટાભાગના આતંકવાદીઓ ઓટોમેટિક હથિયારોનું નિશાન બની રહ્યા છે. હાલ અઢીસો આતંકવાદીઓમાંથી પચાસથી વધુ આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા છે. બાકીના આતંકવાદીઓ સ્થાનિક હોવાનું જણાવાયું છે. ૧૯૯૦ના સમયગાળામાં કાશ્મીરના યુવકો સીમા પાર કરીને પાકિસ્તાન ચાલ્યા જતા હતા અને હવે આમ થતું નથી. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને પ્રોત્સાહન અપાતું હોવાનું પણ જણાવીને અહીં થયેલા ખૂન-ખરાબાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



