એલર્ટ રહેવાની જરૂર

0
93

વાર્ષિક અમરનાથ યાત્રા આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હવે એલર્ટ રહેવાની જરૂરીયાત દેખાઇ રહી છે. કારણ કે ત્રાસવાદીઓ અમરનાથ શ્રદ્ધાળુઓમાં દહેશત ફેલાવવા અને યાત્રાને ખોરવી નાંખવા માટે પ્રયાસ કરી શકે છે. આ જ કારણસર આગોતરા પગલા લેવામાં આવે તે જરૂરી છે. રાજ્યમાં લોકોની વચ્ચે છુપાયેલા સાહનુભુતિ ધરાવનાર ત્રાસવાદીઓને ઓખખી કાઢીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાનો સમય આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાની સેનિકો દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર અને પાકિસ્તાની સેનિકો દ્વારા ઘુસાડવામાં આવી રહેલા ત્રાસવાદીઓનો ખાતમો બોલાવવા માટે વર્તમાન સમયમાં વધારે તૈયારી જરૂરી બની ગઇ છે. ભારતીય સેના સામે હવે કેટલાક પડકારની Âસ્થતી છે. એકબાજુ તે સરહદ પર પાકિસ્તાની સેનિકોનો સામનો કરી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં ઘુસી ગયેલા ત્રાસવાદીઓ સામે પણ લડત ચલાવી રહ્યા છે. આવી Âસ્થતીમાં સેના, અન્ય સુરક્ષા જવાનો અને પોલીસને તાકીદના ધોરણે તેમની માંગ મુજબ હથિયારો અને અન્ય સુવિધા પ્રાથમિકતાના ધોરણે આપવાની જરૂર છે. ઉરી, પઠાણકોટ, ગુરદાસપુર જેવા વિસ્તારમાં સેનાના ગઢને ટાર્ગે બનાવીને કેટલાક હુમલા ત્રાસવાદીઓ દ્વારા સફળ રીતે કરવામાં આવી ચુક્યા છે. આ તમામ હુમલામાં ભારતીય પક્ષને મોટી ખુવારી પણ થઇ છે. નિયમિત ગાળામાં ભારતમાં હુમલા થતા રહ્યા છે અને સરહદ પર પણ ગોળીબાર થતા રહ્યા છે , છતાં ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળો પુરતા પ્રમાણમાં ઘાતક અને અને આધુનિક હથિયારો પહોંચ્યા નથી. જ્યારે પણ હુમલા કરવામાં આવે છે ત્યારે આ મામલો સપાટી પર આવે છે પરંતુ આ દિશમાં મજબુત ઇચ્છાશÂક્ત સાથે પગલા લેવામાં આવતા નથી. જેથી કેટલાક મામલે વધારે ચિંતા થાય છે. પાકિસ્તાન, ચીન જેવા પડોશી દેશો હોય ત્યારે સુરક્ષાના મામલે કોઇ પણ ઉદાસીનતા યોગ્ય નથી. આને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જાઇએ. હાલના હુમલા બાદ ભારતીય પોલીસ અને અન્ય સુરક્ષા જવાનોને આધુનિક બનાવવા માટેનો મામલો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આજે જ્યારે વિશ્વભરમાં સક્રિય થયેલા ત્રાસવાદી સંગઠનો અને અપરાધીઓ જુદી જુદી અને અતિ આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે ત્યારે ભારતીય સુરક્ષા જવાનો પાસે હજુ પણ આધુનિક હથિયારોનો સતત અભાવ નજરે પડે છે. વારંવાર પોલીસ અને સુરક્ષા જવાનો તેમજ સેનાને આધુનિક બનાવવા માટેની વાત કરવામાં આવે છે. સુરક્ષા સાથે કોઇ બાંધછોડ નહી કરવાની વાત પણ કરવામાં આવે છે પરંતુ આ દિશામાં નક્કર પગલા એક નિશ્ચિત સમયગાળામાં કેમ લેવાતા નથી તે પ્રશ્ન છે. ત્રાસવાદીઓ અને ગુનેગારો સામે જીવ સટોસટનો જંગ ખેલનાર ભારતીય સેનાના જવાનો અને પોલીસ જવાનોને તાત્કાલિક રીતે નવી ટેકનોલોજીના તમામ હથિયાર અને સાધનો આપવાની જરૂર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY