ગાંધીનગર-અ’વાદ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી

0
70

ગાંધીનગર,તા.૭
રાજ્ય સરકારે નર્મદા કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા માટે પોલીસને મેદાનમાં ઉતારી છે. કેનાલના કિનારા પર એસઆરપીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ રાજ્ય સરકાર પાણી ચોરી ગાંધીનગર જિલ્લામાં જ અટકાવી શકી નથી. ગાંધીનગર અમદાવાદ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની આજુબાજુ જેટલા પણ ગામો આવેલા છે તે તમામ ગામોમાં કેનાલના કિનારે આવેલા ખેતરોમાં પાણીની વર્ષોથી ચોરી થાય છે અને સરકાર આ પાણી ચોરીને અટકાવી શકી નથી.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાના કારણે મોટાભાગના જીલ્લાઓમાં ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે અને હવે પાણીની તંગી પણ ઉભી થવાથી શિયાળુ પાક ઉપર પણ પાણી તંગીની અસર વર્તાવાની શક્યતા છે. રાજ્ય સરકાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા માટે એડિચોટીનું જાર લગાવી રહી છે. પરંતુ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલમાંથી પાણીની મોટાપાયે ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેને સરકારને પત્ર લખ્યા બાદ એસઆરપીનો બંદોબસ્ત શરુ કરાયો છે. પરંતુ પાણીની કેનાલમાંથી થતી પાણીની ચોરી હજુ અટકતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY