લીંબડી માં ધોળા દિવસે તસ્કરો એ તરખાટ મચાવી પોલીસ ને દોડતી કરી મુકી હતી. શિવઆશિષ સોસાયટી વિસ્તારમાં રહેતો પરિવાર સંબંધી ની ખબર કાઢવા ગયા અને તસ્કરો એ સતર્કતા દાખવી અંદાજે 2.50 લાખ ની કિંમત ના સોનાચાંદીનાં દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી ભાગી છૂટતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
નેશનલ હાઈવે નજીક લીંબડી ની શિવઆશિષ સોસાયટી માં રહેતા
રમણીકભાઇ હરજીવનભાઇ દલવાડી ના ઘરના સભ્યો બજાર માં ગયા હતા. પરિવારજનો તેમના સંબંધી બિમાર હોય નજીક ના વિસ્તારમાં રહેતા હોય મકાન બંધ કરી ખબર કાઢવા ગયા હતા. બસ એટલી વાર માં જ મોકો જોઈ લાભ ઉઠાવી તસ્કરોએ નિશાન બનાવી ધોળા દિવસે મકાન માં ત્રાટકી પોલીસ તંત્રને સુરક્ષા વ્યવસ્થા માટે વિચારતી કરી મુકી હતી.
પાડોશીઓ ને ખબર પડતા તેમને પરિવાર જનો જાણ કરતા સોસાયટી માં દોડધામ મચી ગઈ હતી. બનાવ ની જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી પહોચી હતી. અને પરિવાર ના નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં દોઢ તોલા સોનાની ચેઇન તથા સોનાની બુટ્ટી, સોનાનો હાર ચાંદીનો કંદોરો તથા રોકડ રકમ રૂ. 80,000 એમ કુલ મળીને રૂ. 2.50.000 ની મત્તા ની ઉઠાંતરી કરી ગયા ની ફરિયાદ નોંધાવી હતી. સતત લોકો ની અવરજવર થી ભરચક વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્તા લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તંત્રી : દિપકસિંહ વાઘેલા
લીંબડી ટાઈમ્સ – સાપ્તાહિક
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





