રેલ્વે યાત્રી માટે સારા સમાચાર…ઓખા-બાંદ્રા વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

0
116

રાજકોટ,તા.૭
પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેનમાં પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી અમદાવાદથી દિલ્હી સરાય રોહિલ્લા, ગાંધીધામથી બાંદ્રા અને ઓખાથી બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
૩૦ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધી દર મંગળવારે સાંજે ૫ વાગે ઓખાથી ઉપડી બીજા દિવસે સવારે ૧૦.૧૫ વાગે બાંદ્રા પહોંચશે
રેલવે પ્રવક્તા પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, બાંદ્રા-ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેન ૨૭ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દર શનિવારે મોડી રાતે ૧૨.૨૫ વાગે બાંદ્રાથી ઉપડી બપોરે ૧.૫૦ વાગે ગાંધીધામ પહોંચશે. પરત ફરતા આ ટ્રેન ગાંધીધામથી દર શનિવારે સાંજે ૪.૩૫ વાગે ઉપડી બીજા દિવસે સવારે ૬.૧૫ વાગે બાંદ્રા પહોંચશે. એ જ રીતે ઓખા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન ૩૦ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધી દર મંગળવારે સાંજે ૫ વાગે ઓખાથી ઉપડી બીજા દિવસે સવારે ૧૦.૧૫ વાગે બાંદ્રા પહોંચશે. બાંદ્રાથી આ ટ્રેન દર બુધવારે રાતે ઉપડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY