અમદાવાદ,તા.૭
રાજ્યમાં અમુક જગ્યાએ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાના બનાવને પગલે અમદાવાદ જિલ્લામાં એસઆરપીની ત્રણ ટુકડીને તહેનાત કરવામાં આવી છે. ચાંગોદર, સાણંદ, માંડલ, દેત્રોજ અને વિરમગામ જેવા ઓદ્યોગિક વિસ્તારમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અંગે એસપી કચેરી ખાતેથી આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ જે-તે વિસ્તારના પરપ્રાંતિયોના સંગઠનોના આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને ઘર્ષણમાં નહીં ઉતરવા માટે સમજાવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ ઠાકોર સેના સહિતના આગેવાનોને પણ સમજાવી રહી છે.
પરપ્રાંતિયો પર સૌથી વધારે હુમલાના બનાવ સાબરકાંઠામાં સામે આવ્યા છે. આ મામલે સાંબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને ઉત્તર પ્રદેશ, બિહારના સંગઠનોના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ સલામતી તેમજ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તો મહેસાણાના અલોડા ખાતે આવેલી ડેરીમાં પથ્થરમારો કરવાની અસમાજિક તત્વોએ ચીમકી આપી છે. ચીમકી બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




