સુરત, તા. ૦૮
મહારાષ્ટ્રના ધુલીયા નજીક સુરતના નવસારી બજાર નમકવાલી ગલી ખાતે રહેતા શેખ પરિવારની કારનો અકસ્માત સર્જાતા પતિ પત્ની અને બે પુત્રીઅો સહિત ચારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા નવસારી બજાર વિસ્તારમાં શોકની કાલીમાં ફેરવાઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના નવસારી બજાર નમકવાલી ગલી આલીમશા બાવાના ટેકરા પાસે રહેતા શેખ પરિવાર નવપરિણીતાનો ખોળો ભરવા માટે ગતરાત્રે બે વાગે સુરતથી બ્રેઝા અને ટાવેરા કારમાં મહારાષ્ટÿના જલગાવ નજીક નસીરાબાદ ખાતે જવા રવાના થયા હતા. આજે સવારે ૮ વાગ્યાની સુમારે ધુલિયાથી પારોળા રોડ ઉપર ૫ કિલોમીટર દૂર બ્રેઝા કારને ટ્રેલર ચાલકે અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં બ્રેઝા કારમાં સવાર એકજ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા. શેખ મુઝફ્ફર સમશુદ્દીન ઉ.વ. ૩૪, ફરઝાના મુજફ્ફર શેખ ઉ.વ. ૨૮, અસ્લેન મુજફ્ફર શેખ ઉ.વ. ૫ અને ઉમેશ મુજફ્ફર શેખ ઉ.વ. ૩નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બ્રેઝા કારનો ચાલક જાવેદ મિર્ઝાને માથામાં ગંભીર ઈજા થતા બેભાન હાલતમાં છે જ્યારે આ કારમાં સવાર મુજફ્ફર શેખના મિત્રની પુત્રી શહેનાઝ અફજલ શેખનો આબાદ બચાવ થયો છે. શહેનાઝ મોટી બહેનનો ખોળો ભરવા માટે આ પરિવાર જઈ રહ્ના હતો. સાથેની ટવેરા કારમાં સવાર લોકોએ તાત્કાલિક પોલીસ અને સંબંધીઅોને જાણ કરી હતી. અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો છે. સુરતથી સંબંધીઅો ધુલિયા રવાના થયા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતકોને સુરત નવસારી બજાર નમકવાલી ગલી ખાતે લાવવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





