છ મહિનામાં એસબીઆઈ બેન્ક સાથે ૫૫૫૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ..!!

0
9

ન્યુ દિલ્હી,તા.૧૦
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન છેતરપિંડીના ૧,૩૨૯ કેસ સામે આવ્યાં છે. આ તમામ મળીને કુલ ૫,૫૫૫.૪૮ કરોડ રૂપિયાનો ફ્રોડ થયો છે. સુચનાના અધિકાર અંતર્ગત માંગવામા આવેલી જાણકારીમાં આ ખુલાસો થયો. મધ્યપ્રદેશના RTI એકિટવિસ્ટ ચંદ્રશેખર ગૌડએ SBI પાસે જાણકારી માંગી હતી.
એપ્રિલથી જૂન દરમિયાન ૬૬૯ કેસમાં ૭૨૩.૦૬ કરોડ રૂપિયાનું ફ્રોડ થયું. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે આવા ૬૬૦ મામલાઓ સામે આવ્યાં. જેની રકમ ૪,૮૩૨.૪૨ કરોડ રૂપિયા હતી. એટલે કે એપ્રિલ-જૂનના મુકાબલે જુલાઈ-સપ્ટેમ્બરમાં ફ્રોડના ૯ કેસ ઓછાં થયા, પરંતુ ફ્રોડની રકમ ૫૬૮.૩૩% વધી ગઈ.
RTI એકિટવિસ્ટે SBI સમક્ષ એવી જાણકારી માંગી હતી કે છેતરપિંડીના મામલાઓને કારણે બેંકનું કેટલું નુકસાન થયું પરંતુ બેંકે કહ્યું તેનું આંકલન શકય નથી.
SBI ના ગ્રાહકોને થયેલાં નુકસાનની જાણકારી પણ મળી ન હતી. બેંકે જવાબ આપ્યો કે ગ્રાહકો સાથે થયેલાં ફ્રોડ અને તેમને થયેલાં નુકસાનની ગણતરી નથી કરવામાં આવી. સાથે જ કહ્યું કે RTI એક્ટની કલમ ૭(૯) અંતર્ગત આ જાણકારી આપવાથી છૂટ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY