બોલો…પત્નીને પતિમાં નહીં પરંતુ પૈસામાં રસ છે,સુપ્રિમે છૂટાછેડા કરાવી આપ્યા

0
11

ન્યુ દિલ્હી,તા.૧૦
સુપ્રીમ કોર્ટે એક શખ્સની પત્નીના નિવેદનને ધ્યાનમાં લઈને આદેશ કર્યો હતો કે તે પોતાની પત્નીને એક કરોડ રૂપિયા આપી દે. એ વ્યકિત ની પત્નીએ કહ્યું હતું કે તેને લગ્નમાં નહીં પણ પૈસામાં દિલચસ્પી છે.
જસ્ટિસ જાસેફ કુરિયનની અધ્યક્ષતાવાળી પીઠે આદેશ કર્યો છે કે એ વ્યકિત એ ૧૬ મહિનામાં દર ચાર મહિને ૨૫ લાખ ચૂકવવાના રહેશે.
બંને વચ્ચે ૨૦૦૦ની સાલમાં લગ્ન થયા હતા. પત્નીના આરોપ મુજબ દહેજ માટે તેઓ પ્રતાડિત કરતા હતા, જેને પગલે દિલ્હીથી લઈને ફરિદાબાદ સુધીમાં તેમના અને પરિવાર વચ્ચે અનેક કેસ ચાલે છે. પત્નીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે તેને લગ્નમાં નહીં ફક્ત પૈસામાં રસ છે, તો બીજી તરફ પતિએ પણ કેસ પૂરો કરવામાં રસ હોવાનું જણાવ્યું હતું.
એક તબક્કે પત્નીએ સવા કરોડ રૂપિયા માગ્યા હતા, પણ પતિના પિતાનું મૃત્યુ થયા બાદ પત્ની એક કરોડ લેવા માટે સહમત થઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY