ભુજ બી ડિવિઝન પોલીસે દ્વારા બીજા દિવસે પણ દારૂની નેશનાબુદી હેઠળ સપાટો બોલાવ્યો.
ભુજ બી ડિવિઝન પોલીસે બીજા દિવસે વધુ એક દરોડો પાડીને ભુજમાં આવતો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. ભુજના જુના રેલવે સ્ટેશન રોડથી માધાપર જતા રોડ ઉપર તુફાનમાં લઈ જવાતો રૂ.૯૬૦૦૦ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવેલ છે.
પશ્ચિમ કચ્છ જીલ્લમાં પ્રોહી/જુગારની પ્રવૃતિઓ સદંતર લગામ લગાવવા માટે અત્રેના પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર વી. કે. ખાંટના માર્ગદર્શન હેઠળ પો.હેન્ડ.કોન્સ પંકજકુમારને મળેલ બાતમી આધારે આજરોજ સિલ્વર કલરની તુફાન ક્રૂઝર કાર નં:જી.જે.૦૨.વાય. ૩૭૧૦.ની કી.રૂ. આશરે ૧,૫૦,૦૦૦માંથી મળી આવેલ ઈગ્લીશ દારૂની પેટી નંગ ૨૩,બોટલ નંગ-૨૭૬,કી.૯૬૬૦૦ જે કારચાલક જાવેદ સીધીક કુરેશી, સોહીલ મહમદ શરીફ ટાંક અને કિરીટ ગોપાલસિંહ સરદાર રહે તમામ ભુજ વાળાનાઓ પકડાય જઈ તેમજ વિદેશીદારૂની પેટીઓ મંગાવનાર મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો ઝાલા રહે. જુની રાવલવાડી ભુજવાળો હાજર ન મળી આવેલ હોય જેઓ ચારેય વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. વી.કે.ખાંટ, એ.એસ.આઈ હિમંતસિંહ બી.ચૌહાણ, એ.એસ.આઈ.જયદીપસિંહ ઝાલા, પો.હેન્ડ.કોન્સ. પંકજકુમાર આર. કુશવાહ,પો.કોન્સ.ફલજીભાઈ મુંજી,પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો. કોન્સ. ભગીરથસિંહ અભયસિંહ જાડેજા, પો. કોન્સ. મહીપાલસિંહ,પો.કોન્સ.કિરણબેન બાટવા તથા કિરણબા જાડેજા વગેરે દરોડામાં જોડાયા હતા.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






