રાજપીપલા :
નર્મદામાં ખેરના મબલખ પાક છતાં કાથા ફેક્ટરી છેલ્લા 35 વર્ષ થી બંધ પડી છે આ ફેક્ટરી પુનઃ શરૂ થાય તો 1000 કર્મચારીઓ ને રોજગારી મળે તેમ છે માટે તેને શરૂ કરવા માંગ ઉઠી છે. જોકે આ બાબતે નાયબ વન સંરક્ષક વન વિભાગ પૂર્વ દ્વારા રાજપીપલા ની બંધ કાથા ફેકટરી શરૂ થાય અથવા કોઈ નવી ફેક્ટરી શરૂ કરાય એ માટે રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા મેકિંગ ઇન્ડિયા પ્રોજેક્ટ મુકાયો સાથે ધંધા રોજગાર ને વધારવા માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્લોબલ સમિટ કરે છે,કરોડો ના MOU પણ થાય છે, ત્યારે નર્મદા જિલ્લો એ ગુજરાત ની બોર્ડર નો જિલ્લો છે અને ડુંગરાડ, આદિવાસી વન વિસ્તાર હોય અહીંયા મોટા ઐધોગિક એકમો આવતા નથી સાથે પર્યાવરણ ને નુકશાન ના થાય એ માટે પણ નર્મદા જિલ્લામાં ઉદ્યોગો આવતા નથી પણ અહીંયાથી જે મબલખ પ્રમાણ માં મળી રહે એવા ખેરના વૃક્ષો છે તો કાથા ફેક્ટરી શરૂ થાય તો ઉત્તમ ગુણવત્તા વાળો કાથો ઓછી કિંમતે ઉત્પાદન થાય અને રાજ્યને સસ્તો કાથો મળી શકે જેમાં સૌથી મહત્વની વાત એ કે સ્થાનિક 1000 થી વધુ લોકોને રોજગારી મળે ,માટે નાયબ વન સંરક્ષક ડો.કે.શશીકુમાર દ્વારા રાજ્ય સરકાર ને ભલામણ કરવામાં આવી કે આ ફેક્ટરી પુનઃ શરૂ કરો. જોકે હવે એ જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ ફેકટરી શરૂ કરાવે છે કે કોઈ ખાનગી સંસ્થા સાથે MOU કરે છે.
રાજપીપલા માં એક જમાના માં કાથા ફેકટરી ધમધમતી હતી જેમાં 1000 થી વધુ કર્મચારીઓ કામ કરતા જેમને રોજગારી મળતી પણ આ ફેક્ટરી હાલ બંધ છે જેથી આ ફેકટરી શરૂ થાય એ માટે અમે સરકાર ને ભલામણ કરી છે કે આ ફેક્ટરી પુન: ચાલુ કરવા થી અહીંયા રોજગારી વધે અને ખેડૂતોને ખેરના વૃક્ષો ના સારા ભાવ મળે, કાર્ટિંગ પણ ઘણું ઓછું થાય. માટે આ માટે ભલામણ કરી છે >>>ડો.કે શશીકુમાર (નાયબ વન સંરક્ષક, નર્મદા )
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"