વિજય માલ્યાની બેંગ્લુરુની સંપત્તિ હવે જપ્ત થઈ શકશે

0
7

નવી દિલ્હી, તા.૧૨
દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે ઈડીની અરજી પર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (ફેરા) કાયદાના ઉલ્લંઘનના આરોપી વિજય માલ્યાની બેંગ્લુરુ સ્થિત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા બેંગ્લુરુ પોલીસ વિજય માલ્યાની ૧૫૯ સંપત્તિઓની ઓળખધ કરી ચુકી હતી. જાકે કોર્ટનો આદેશ નહીં હોવાના કારણે વિજય માલ્યાની આ સંપત્તિ જપ્ત કરવી પોલીસ માટે સરળ નહતી. જાકે હવે પટીયાલા હાઉસ કોર્ટના આદેશ પછી ઈડી માટે વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની વધુ સરળ બનશે. ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં બેંગ્લુરુ પોલીસે ઈડીના માધ્યમથી નવી દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવા અરજી કરી હતી. મહત્વનુ છે કે, આ મામલે ગત ૪ જાન્યુઆરી પટીયાલા હાઉસ કોર્ટ વિજય માલ્યાને પહેલાથી જ ભાગેડુ જાહેર કરી ચુકી છે. ઈડીના સમન છતા હાજર નહીં થવાના કારણે ઈડીએ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવા પટીયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગત વર્ષે ૧૨ એપ્રિલે વિજય માલ્યાને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. પરંતુ માલ્યાના કોર્ટમાં હાજર નહીં થવાના કારણે કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો. વિજય માલ્યાની ઓફિસ અને ઘરે પણ નોટિસ મોકલવામાં આવી હતી. એટલુ જ નહીં છાપાઓમાં પણ જાહેર ખબર આપવામાં આવી હતી. તેમ છતાં વિજય માલ્યા કોર્ટમાં હાજર થયો
નહતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY