મને પોલીસ અને કોર્ટના ખોટા કેસની ધમકીઓ અપાઈ હતી

0
13

મુંબઈ, તા.૧૨
બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગત બુધવારે પોતાનુ નિવેદન નોંધાવ્યુ હતું, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, જ્યારે વર્ષ ૨૦૦૮માં હોર્ન ઓકે પ્લીઝના સેટ પર હેરેસમેન્ટની ફરીયાદ કરી હતી તો ત્યારબાદ તેની સામે પોલીસ અને કોર્ટના ખોટા કેસની ધમકી આપવામાં આવી હતી. મહત્વનુ છે કે અભિનેતા નાના પાટેકર, કોરીયોગ્રાફર ગણેશ આચાર્ય અને ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સારંગ અને પ્રોડ્યુસર સામી સિદ્દકી સામે તનુશ્રીના નિવેદનને રેકોર્ડ કરવામાં પોલીસને ચાર કલાક લાગ્યા. આપને જણાવી દઈએ કે, તનુશ્રીએ આ મામલામમાં ૬ ઓક્ટોબરે લેખિતમાં ફરીયાદ દાખલ કરાવી હતી. મુંબઈ પોલીસ પ્રવક્તા મંજુનાથ શિંગેએ જણાવ્યુ કે, આ મામલામાં કલમ ૩૫૪ અને કલમ ૫૦૯ અંતર્ગત ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસે જાણકારી આપી છે કે તનુશ્રીના નિવેદન પર તેનુ આ નિવેદન અંગ્રેજીમાં નોંધવામાં આવ્યુ છે, જ્યાં તેના વકિલ અને બે મહિલા પોલીસ અધિકારી પણ હાજર હતી, જેમાંથી એક સિનીયર ઓફિસર હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY