મુંબઈ,તા.૧૨
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે વાહનોના ભાડામાં વધારો થવાની આશંકા છે, જેની સીધી અસર લોકોના ઘરના બજેટ પર પડશે. જરૂરી વસ્તુઓના ભાવમાં મોંઘવારી જાવા મળશે.
સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની સામાન્ય પ્રજાને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જતા ખુબજ આકરું પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યા. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતો ૧૨ પૈસા વધી છે.
જેના પગલે પેટ્રોલના ભાવ વધીને ૮૨.૪૮ રૂપિયા પ્રિત લિટર પહોંચી ગયો છે. જ્યારે ૨૮ પૈસાનો વધારા સાથે દિલ્હીમાં ડીઝલનો ભાવ રૂ.૭૪.૯૦એ પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૯.૩૩, ડીઝલ રૂ.૭૮.૨૮ રહ્યું છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઃ અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૯.૩૩, ડીઝલ રૂ.૭૮.૨૮ સુરત પેટ્રોલ પ્રતિ લીટર ૭૯.૪૪, ડીઝલ પ્રતિલીટર ભાવ રૂપિયા ૭૮.૩૦ રાજકોટ પેટ્રેલ પ્રતિ લીટર ૭૯.૩૧ , ડીઝલ પ્રતિલીટર ભાવ રૂપિયા ૭૮.૧૬
તેમજ મુંબઇમાં ડીઝલના ભાવમાં વધારે તેજી આવી છે. ડીઝલ ૨૯ પૈસા વધીને ૭૮.૫૧ રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે. જ્યારે પેટ્રોલમાં પણ ૧૨ પૈસાનો વધારો જાવા મળ્યો છે. જેનાથી પેટ્રોલનો ભાવ ૮૭.૯૪ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો જાવા મળી રહ્યો હતો જાકે, તાજેતરમાં ઘટાડો પણ નોંધાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





