એમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપની

0
8

સાન ફ્રાન્સિસ્કો,તા.૫
એમેઝોન એક ટ્રિલિયન ડોલર (૭૧ લાખ કરોડ રૂપિયા) માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજા નંબરની અને દુનિયાની ત્રીજા નંબરની કંપની બની ગઈ છે. તેનો શેર મંગળવારે ૨ ટકા વધીને ૨૦૫૦.૫૦ની સપાટીએ પહોંચી ગયો છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ વધી છે. એપલ ૨ ઓગસ્ટે ૧ ટ્રિલિયન ડોલરવાળી પહેલી અમેરિકન કંપની બની હતી. આ પહેલાં ૨૦૦૭માં શંઘાઈના શેરબજારમાં પેટ્રોચાઈનાનું માર્કેટ વેલ્યુશન આ સ્તરે પહોંચ્યું હતું. જાકે વેપાર પૂરો થતાં તે એક ટ્રિલિયન ડોલરની નીચે આવી ગઈ હતી.
છેલ્લા ૧૨ મહિનામાં એમેઝોનના શેરે ૧૦૮ ટકા રિર્ટન આપ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં તેમાં ૭૪ ટકાની તેજી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં રોકાણકારોએ ૨૦ ટકા અને એક મહિનામાં અંદાજે ૧૨ ટકા નફો મેળવ્યો છે.
૧૫ મે ૧૯૯૭ના રોજ ૧૮ ડોલરની સાથે એમેઝોનના શેરનું લિસ્ટિંગ થયું હતું. મંગળવારની તેજી પણ શેરની કિંમત ૨૦૫૦ ડોલર સુધીની થઈ ગઈ છે. આઈપીઓમાં ૧૦૦૦ ડોલરના રોકાણની કિંમત હવે ૧૩ લાખ ૧૪ હજાર ડોલરથી પણ વધારે થઈ ગઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY