જૂનાગઢમાં એકતા અને સંગઠીતતાના ભાવ સાથે ખોડલધામ નવરાત્રી મહોત્સવ

0
18

જૂનાગઢ તા.૧૦, માં ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં નેજા હેઠળ જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. સંપુર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવમાં સ્ત્રીઓ, પુરૂષો અને બાળકો સહિત ત્રણ ત્રણ પેઢી એક સાથે પારિવારીક નવરાત્રી મહોત્સવમાં એકી સાથે માં ખોડલ અને માં જગદમ્બાનાં ગરબા રમે છે. ભાવાત્મક માહોલની વચ્ચે રમી સમાજની એકતા સંસ્કૃતિ અને ભાયચારો કાયમ જળવાઇ રહે સમાજનો નાનામાં નાનો પરિવાર આ ભવ્ય અને દિવ્ય નવરાત્રી મહોત્સવમાં સહભાગી બની શકે તેવા હેતુથી થયેલ આયોજનમાં ૩૦૦૦થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા, ૨૦૦૦ ખેલૈયા એકી સાથે રમી શકે તેવુ વિશાળ મેદાન, ચા-મિનરલ વોટરની નિઃશુલ્ક સવલત, પાંચ વિઘા જમીનમાં વિશાળ પાર્કીંગ, સી.સી.ટીવી કેમેરાથી સજ્જ ગ્રાઉન્ડ, અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને ખ્યાતનામ ઓર્કેસ્ટ્રા અને આર્ટીસ્ટો, ખોડલધામનાં ૨૦૦ જેટલા યુવા સ્વયંસેવકો પાર્કીંગથી માંડીને આતિથ્ય સ્તકાર સુધીની સઘળી જવાબદારી તન-મન અને ધનથી વહન કરી રહ્યા છે. ગરબા મહોત્સવ પરિસરમાં વ્યાજબી દરથી સારૂ હેલ્ધી અને હાઈઝેનીક ફુડ અને પીણા મળી રહે તે માટે ખોડલધામ દ્વારા નહીં નફો નહીં નુકશાનનાં દરે કેન્ટીન ખેલૈયાઓ માટે સ્વયંસેવકો દ્વારા કાર્યાન્વીત કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા નાના-મોટાની હરોળ ઉભી કર્યા વગર સૈા યુવાનો ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે. ત્યારે આ ગરબી મહોત્સવનાં સાક્ષી બનવા રાજ્ય સરકારનાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી  જયેશભાઇ રાદડીયા ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઇ પટેલ સાથે ગરબામહોત્સમાં પધારી માં ખોડીયારની આરતી ઉતારી હતી. આ પ્રસંગે જયેશભાઇ રાદડીયાએ માં જગદમ્બા અને માં ખોડીયારને સકળ સૃષ્ટીનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને સૈા ખેલૈયાઓને નવરાત્રી પર્વની શુભકામના પાઠવી હતી. નરેશભાઇ પટેલે પણ માં ખોડલનાં સૈા ભક્તોને શુભેચ્છા વ્યક્ત કરી માતાજીનાં આશિર્વાદ સૈા પર કલ્યાણકારી બની રહો એવી શુભકામના પાઠવી હતી. બન્ને મહાનુભાવોએ ખોડલધામનાં સૈા કાર્યકર્તાઓને મળી બીરાદવાવ્યા અતા અને વ્યવસ્થાઓનું અવલોકન કરી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ તકે જયેશભાઇ સાથે જૂનાગઢ ખોડલધામનાં ટ્રસ્ટી ગોપાલભાઇ રૂપાપરા, પરેશભાઇ ડોબરીયા, મનસુખભાઇ કયાડા, દિલીપ રાબડીયા, અમુભાઇ પાનસુરીયા, જ્યોતિેબેન વાછાણી, જયંતી વઘાસિયા, કરશનભાઇ ધડુક, ટીંબડીયા જેરામભાઇ, ડો. જી.કે. ગજેરા, સહિત મહાનુભાવો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાતા ગરબાને નવરાત્રી તરીકે આપણે જાણીએ છીએ. નવરાત્રી તરીકો જાણીતી નૃત્ય પર્વે દેવીની આરાધના કરવામાં આવે છે. જૂનાગઢમાં શેરી ગરબી, વિવિધ સમાજ આયોજીત ગરબીઓ હવે આગવી ઓળખ બનતી જાય છે. ત્યારે ખોડલધામ ગરબી મહોત્સવ અન્ય સમાજોને વયવસ્થાઓ અને સુવિધાઓ, સંગઠન અને એકતાની પ્રેરણા આપે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY