માખીયાળા ગામે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ. હોસ્પીટલનાં ડી.ઇ.આઇ.સી.કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કેમ્પ યોજાયો

0
23

જૂનાગઢ તા.૧૨, જૂનાગઢ સિવીલ હોસ્પીટલનાં ડી.ઇ.આઇ.સી. કાર્યક્રમ અંતર્ગત સાંત્વન વિકલાંગ સ;સ્થામાં ડેન્ટલ મેડીકલ સ્ક્રીનીંગ કેમપ યોજાયો હતો. જેમાં સાંત્વન સંસ્થાની બાળાઓ અને માખીયાળા ગામનાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. સિવીલ હોસ્પીટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ મકવાણા, ડેન્ટલ સર્જન ચિરાગ રાજપુરા, બાળરોગનિષ્ણાંત ડો. મનોજ વ્યાસ, ફીજીયોથેરાપીસ્ટ ડો. પિયુષા સોલંકી, તથા ડી.ઇ.આઇ.સી. ટીમ દ્વારા માખીયાળા ગામનાં બાળકોની આરોગ્ય તપાસણી કરી હતી. આ પ્રસંગે માખીયાળાનાં સરપંચ રમેશભાઇ ગજેરા, અગ્રણી બાબુભાઇ ગજેરા, સાંત્વનાં સંસ્થાનાં ગૈારાંગ પરમાર સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી. મેડીકલ સ્ક્રીનીંગ કેમ્પનાં આયોજનમાં નિલમબેન પરમાર અને રેખાબેન પરમારે જહેમત ઉઠાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY