શાહરૂખ અભિનીત ફિલ્મ ‘ઝીરો”નું બજેટ ૨૦૦ કરોડ રૂપિયા..!!

0
7

મુંબઈ,તા.૫
આ વર્ષના અંતમાં બિગ બજેટની અનેક ફિલ્મ્સ રિલીઝ થવા જઈ રહી છે. રિસન્ટલી અમિતાભ બચ્ચન અને આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર આ મલ્ટિ-સ્ટારર ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા છે. બીજી તરફ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થનારી સલમાન ખાનની ‘રેસ ૩’નું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા હતું.
હવે આ વર્ષના અંતમાં રિલીઝ થનારી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ માટે ખૂબ રાહ જાવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તે ઠીંગણી વ્યકિતના રોલમાં છે. આ ફિલ્મના વીએફએક્સ માટે ખૂબ ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું બજેટ ૨૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મના કેટલાક ભાગ માટે અમેરિકામાં શૂટિંગ કરવામાં આવ્યું છે. એમાં શાહરુખની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY